Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

મહારાષ્ટ્રમાં વહેલી સવારે 5:47 am કલાકે રાષ્ટ્રપતિ શાશન હટાવાયું !!!

મુંબઇ,તા.૨૩: આખરે મહારાષ્ટ્રમાં સસ્પેન્સનો અંત આવ્યો હતો અને ન જાણ્યું જાનકી નાથે સવારે શુ થવાનું છે તેવું જ કંઈક થયું અને લોકો ના આશ્યર્ય વચ્ચે દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી તરીકે અને એનસીપીના નેતા અજિત પવારે મહારાષ્ટ્રના નાયબમુખ્ય મંત્રી તરીકે શપથ લીધા છે.અત્રે ઉલ્લેખનીય છે કે ઉદ્ઘવ ઠાકરે મુખ્ય મંત્રી બનશે અને શિવસેના-એનસીપી તથા કોંગ્રેસનું ગઠબંધન થશે, એવા દાવા ગત રાત્રે કરવામાં આવ્યા હતા, અને લગભગ અખબારો એ આજ ન્યૂઝ લીધા હતા

આ બધાવચ્ચે શનિવારે સવારે અચાનક દેવેન્દ્ર ફડણવીસ અને એનસીપીના અજિત પવારે મહારાષ્ટ્રના રાજભવન ખાતે મુખ્ય મંત્રી અને નાયબમુખ્ય મંત્રી તરીકે શપથ લીધા હતા. મુંબઈના નહેરુ સેન્ટરમાં શુક્રવારે રાત્રે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા મામલે શિવસેના-એનસીપી-કોંગ્રેસના ટોચના નેતાઓની બેઠક પૂર્ણ થઈ ત્યારે

એનસીપીના શરદ પવારે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં શિવસેના-એનસીપી-કોંગ્રેસ ગઠબંધનના નેતૃત્વને લઈને કોઈ ગેરસમજ નથી અને તે હવે ઉદ્ઘવ ઠાકરેના હાથમાં છે. જોકે શનિવારે સવારે કઈક અલગજ ચિત્ર મહારાષ્ટ્ર ની જનતા ને જોવા મળ્યું હતું અને રાજકારણના શતરંજમાં ભાજપે ફરી બાજી મારી હતી.

(11:46 am IST)