Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

શરદ પવારે કહ્યું : આ નિર્ણય એનસીપીનો નથી, સવારે ૭ વાગ્યે જ જાણ થઈ

બીજેપીને સમર્થન આપવાનો અજિત પવારનો નિર્ણય તેમનો પોતાનો છે એનસીપીનો નથી

મુંબઈ,તા.૨૩: મહારાષ્ટ્ર માં શનિવાર સવારે ભારતીય રાજનીતિ નો સૌથી મોટો ઉલટફેર જોવા મળ્યો. શનિવાર સવારે બીજેપી એ એનસીપી ની સાથે મળી સરકાર બનાવી લીધી. રાજયપાલ ભગતસિંહ કોશ્યારીએ દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રીના શપથ ગ્રહણ કરાવ્યા. બીજી તરફ, અજિત પવાર એ નાયબ-મુખ્યમંત્રીના શપથ લીધા. આ મોટા ઉલટફેર બાદ એનસીપી ના પ્રુમખ શરદ પવાર એ પ્રતિક્રિયા આપતાં કહ્યુ કે, બીજેપીને સમર્થન આપવાનો નિર્ણય એનસીપીનો નથી. મને સવારે ૭ વાગ્યે આ અંગેની જાણકારી મળી. પ્રેસ કોન્ફરન્સ કરીને સ્થિતિ સ્પષ્ટ કરીશ. એનસીપી પ્રમુખ શરદ પવારે કહ્યુ કે, આ નિર્ણય પાર્ટીનો નથી. શરદ પવારે ટ્વિટ કરીને કહ્યુ કે, બીજેપીને સમર્થન આપવાનો અજિત પવારનો નિર્ણય તેમનો પોતાનો છે એનસીપીનો નથી. અમે સત્ત્।ાવાર રીતે કહેવા માંગીએ છીએ કે અમે આ નિર્ણયની સાથે નથી અને અમે તેનું સમર્થન નથી કરતાં. મહારાષ્ટ્રમાં સૌથી મોટો રાજકીય ઉલટફેર ૅં દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી, અજિત પવાર નાયબ-મુખ્યમંત્રી

અહેવાલો મુજબ, શરદ પવારે ઉદ્ઘવ ઠાકરે સાથે પણ વાત કરી અને જણાવ્યું છે કે બીજેપીને સમર્થન આપવાની નિર્ણય એનસીપીનો નથી. એનસીપી આ નિર્ણયની સાથે નથી. શરદ પવારે કહ્યુ કે અજિત પવારે પાર્ટી તોડી છે. આ તમામ અહેવાલોની વચ્ચે સમાચાર આવી રહ્યા છે કે એનસીપીના તમામ નેતા શરદ પવારને દ્યરે મળવા જઈ રહ્યા છે. આ સમગ્ર પ્રકરણ બાદ એનસીપી સુપ્રીમો સાથે ચર્ચા કરશે.

(11:53 am IST)