Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

કટોકટી વખતની જોગવાઇ લાગુ કરવા તૈયારી

'' મૂળભૂત કર્તવ્યો '' પર ઇન્દીરા સરકાર લાવી હતી બંધારણીય સંશોધન : મોદી મંત્રી મંડળે મંત્રાલયોને જાગૃતતા ફેલાવવા બાબતે કરી'તી ચર્ચા

નવી દિલ્હી,તા.૨૩: કેન્દ્રની એનડીએ સરકાર ઇમરજન્સી દરમ્યાન ઇન્દિરા ગાંધી દ્વારા સંવિધાનમાં ૪૨ સુધારણા દ્વારા સામેલ મૌલિક કર્તવ્યો વાળી જોગવાઇઓને લાગુ કરવાની તૈયારીમાં છે તેના માટે મંત્રાલયાને જાગરૂકતા ફેલાવા માટે કહેવામાં આવી રહ્યું છે સુત્રોના જણાવ્યા મુજબ આ મહીનાની શરૂઆતમાં મંત્રી પરિષદની બેઠક દરમ્યાન તેના પર ચર્ચા કરવામાં આવી હતી.

સંવિધાનના ભાગ IV(A) અંતગર્ત ૫૧એ માં સામેલ મૌલિક કર્તવ્યોમાં સંવિધાનનું પાલન કરવા અને તેના આદર્શો તથા સંસ્થાનોનું સન્માન કરવા રાષ્ટ્રીય ધ્વજ અને રાષ્ટ્રીય ગીત અને સ્વતંત્રતા સંગ્રામ દ્વારા જે વિચારોને પ્રેરિત કરવામાં આવ્યા તેનું સન્માન કરતી જોગવાઇ સામેલ છે આ અનુચ્છેદમાં ભારતની સંપ્રભુતા એકતા અને અખંડતાને બનાવી રાખવા સદ્ભાવ તેમજ ભાઇચાર  તથા વૈજ્ઞાનિક માનસિકતાને પ્રોત્સાહન આપવા અને ૬ થી ૧૪ વર્ષના બાળકોને શિક્ષા ફાળવવા સામેલ છે. ઉલ્લેખનીય છે કે કલમ ૫૧એ હેઠળ ૧૧ મૌલિક કર્તવ્યોમાંથી ફકત એક બાળકો માટે શિક્ષણના અવસરોને ફાળવવાની જોગવાઇ વાજપેયી સરકાર દરમ્યાન ૨૦૦૨માં ૮૬માં સંવિધાન દ્વારા સામેલ કરવામાં આવ્યા.

ઉલ્લેખનીય છે કે મૌલિક કર્તવ્યોનો વિચાર રશિયાના સંવિધાન થી પ્રેરિત છે ૨૬ નવેમ્બરે આવતા સંવિધાનની દિવસની ૭૦મી વર્ષગાંઠના પ્રસંગરૂપે મૌલિક કર્તવ્યો પર જોર આપવામાં આવશે આ સપ્તાહની શરૂઆતમાં જ સચિવ અને ન્યાય વિભાગ દ્વારાએક સરકયુલર બહાર પાડવામાં આવ્યું છે જેના જણાવ્યા મુજબ વિવિધ સરકારી કાર્યાલયો સંવિધાનની પ્રસ્તાવના વાંચવાનો નિર્દેશ આપવામાં આવ્યા છે.

મૌલિક કર્તવ્યોને ૮૨માં સવિધાન સંશોધન અધિનિયમ ૧૯૭૬ દ્વારા ભાગ -૫ એમાં સામેલ કરવામાં આવ્યા હતા આ સંશોધન હેઠળ સંવિધાનની પ્રસ્તાવના સમાજવાદી અને ધર્મનિરપેક્ષ શબ્દોમાં પણ સામેલ કરવામાં આવ્યા હતા. ૨૦૧૫માં વિવાદ ત્યારે વધી ગયો જ્યારે સુચના તેમજ પ્રસાર મંત્રાલયે ગણતંત્ર દિવસમાં પ્રસંગ પર અખબારમાં છપાયેલા વિજ્ઞાપનોમાં આ બંને શબ્દોને સામેલ કરવામાં આવ્યા નથી કલમ ૫૧- એ ની જો વ્યાખ્યા કરવામાં આવે તો મૌલિક કર્તવ્ય વૈધાનિક નથી એટલે કે તેને માનવા માટે કાયદો રોકી કરી  શકે નહિ. તેના કાયદા જબરદસ્તી લાગુ કરી શકાય નહી.

(11:44 am IST)