Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

૨૦૦૦ કરોડનો કલાયન્ટ ફોડ ? કાર્વી સ્ટોક બ્રોકીંગ મુશ્કેલીમાં

સેબીએ મુકયો પ્રતિબંઘો : નવા ગ્રાહકો લઇ નહિ શકે : વર્તમાન ગ્રાહકો સાથે લેવડ દેવડ પણ કરી નહિ શકે

નવી દિલ્હી,તા.૨૩: નાણાંકીય આપતી કંપની કાર્વી સ્ટોક બ્રોકીંગ લીમીટેડની મુશ્કેલીઓ વધી ગઇ છે. ગઇ કાલે નિયામક સંસ્થા સેબીએ તેના પર કલાઇન્ટ્સના અંદાજે બે હજાર કરોડ રૂપિયાના બાકી અંગે તત્કાલ પ્રભાવ અંગે પ્રતિબંધ લગાવી દિધો છે કહેવામાં આવી રહ્યું છે કે દેશમાં તે ઇકિવટી બ્રોકર ડિફોલ્ટના અત્યાર સુધીના સૌથી મોટા મામલામાંથી એક છે.

હિન્દુ બીઝનેસ લાઇનના જણાવ્યા મુજબ, તેમના આદેશમાં સેબીએ કાર્વી દ્વારા ફકત નવા કલાઇન્ટસ લેવા પર પ્રતિબંધ લગાવી દિધો છે તેમજ હાલના ગ્રાહકોના લેણ- દેણ પર પણ રોક લગાવી દીધી છે આ બધાની વચ્ચે બીઝનેસ ટુડેના અહેવાલમાં સેબીના હવાલાથી કહેવામાં આવ્યું છે કે કાર્વી વિરૂધ્ધ સિકયોરિટી લો સાથે સંબંધિત નિયમોના ઉલ્લંઘન પર અનુશાસનિક કાર્યવાહી હેઠળ તે હાલનો આદેશ પસાર કરવામાં આવી રહ્યો છે.

નિયામક સંસ્થાએ તેની સાથે બે ડિપોઝિટરી એનએસડીએલ અને સીડીએસએલને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે તેઓ કેએસબીએલ દ્વારા કલાઇન્ટ્સને ખોટી રીતે ઉપયોગ થવા ન દે સેબીએ તેની સાથે જ એ પણ કહ્યુ કે તેઓ તત્કાલ પ્રભાવથી કેએસબીએલના કોઇ પણ અનુદેશ પર કોઇ પ્રતિક્રિયા આપે નહિ.

ખરેખર, હાલમાં નેશનલ સ્ટોક એક્ષ્ચેન્જની તપાસમાં ખુલાસો થયો હતો કે કેએસબીએસ તેમના ગ્રુપની કંપની કાર્વી રીઅલ્ટીને એપ્રિલ ૨૦૧૯થી ઓકટોબર ૨૦૧૯ વચ્ચે ૧૦૯૬ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા . કેએસબીએલ ઓફ માર્કેટ ટ્રાન્સફર દ્વારા કલાઇન્ટ્સને શેર વેચ્યા.

(11:43 am IST)