Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

RSSના નેતાએ વિવાદને જન્મ આપ્યોઃ કહ્યું ભીખ માંગવી દેશમાં ર૦ કરોડ લોકોનો રોજગાર

ઇંદોર તા. ર૩: આરએસએસના અગ્રીમ નેતા ઇંદ્રેશકુમારે રોજગાર ઉપર એક નિવેદન કરી મોટા વિવાદને જન્મ આપી દીધો છે.

ઇંદ્રેશકુમારે જણાવ્યું હતું કે ભીખ માંગણી એ પણ એક રીતે રોજગાર છે. ઇંદોરમાં ''કલામ કા ભારત'' વિષય ઉપર આયોજીત એક બેઠક દરમિયાન તેમણે જણાવેલ કે ભીખ માંગવી એ દેશના ર૦ કરોડ લોકોનો રોજગાર છે. જેમને કોઇ રોજગારી નથી મળી તેમનો ધર્મમાંથી રોજગારી મળી છે, જે પરિવારમાં પ પૈસાની પણ કમાણી ન હોય તે પરીવારના દિવ્યાંગ કે બીજા સભ્યો ધાર્મીક સ્થળો ઉપર ભીખ માંગણી પરિવારનું ગુજરાન ચલાવે છે, તેમણે વડાપ્રધાનના દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા ''પકોડા'' અંગેના નિવેદન ઉપર પોતાના વિચારો વ્યકત કર્યા હતા.

(11:43 am IST)