Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

વિશ્વના ૧૧૩ સમૃદ્ઘ શહેરોમાં દિલ્હી, બેંગ્લુરુ અને મુંબઇનો સમાવેશ

આ ઇન્ડેકસ વિકાસની ગુણવત્તા અને વસ્તી વચ્ચેનું વિતરણ દર્શાવે છેઃ ત્રણેય ભારતીય શહેરોમાં બેંગ્લુરુ સૌથી આગળ છેઃ ૧૧૩ દેશોની યાદીમાં તે ૮૩મું સ્થાન ધરાવે છે, જયારે દિલ્હી ૧૦૧ અને મુંબઇ ૧૦૭માં સ્થાને છે, આ યાદીમાં પહેલા સ્થાને સ્વિત્ઝરલેન્ડનું જયુરિખ શહેર છે, બીજા ક્રમ પર વિયના (ઓસ્ટ્રિયા) અને ત્રીજા ક્રમ પર કોપનહેગન (ડેનમાર્ક) છે

બિસ્કે, તા.૨૩: આર્થિક સમૃદ્ઘિની સાથે-સાથે વિકાસનો લાભ સમાજ સુધી પહોંચાડવાના મુદ્દે દિલ્હી, બેંગ્લુરુ સહિત ત્રણ ભારતીય શહેર વૈશ્વિક યાદીમાં સામેલ થયા છે. વિશ્વના ૧૧૩ શહેરોની યાદીમાં ભારતનું મુંબઇ પણ સ્થાન ધરાવે છે.

આ ઇન્ડેકસ કોઇ શહેરનો માત્ર આર્થિક વિકાસ જ દર્શાવતો નથી પરંતુ વિકાસની ગુણવત્તા અને વસ્તી વચ્ચે તેનું વિતરણ પણ દર્શાવે છે. યાદીમાં સામેલ ત્રણેય ભારતીય શહેરોમાં બેંગ્લુરુ સૌથી આગળ છે. ૧૧૩ દેશોની યાદીમાં તે ૮૩મું સ્થાન ધરાવે છે. જયારે દિલ્હી ૧૦૧ અને મુંબઇ ૧૦૭માં સ્થાને છે. આ યાદીમાં પહેલા સ્થાને સ્વિત્ઝરલેન્ડનું જયુરિખ શહેર છે. બીજા ક્રમ પર વિયના (ઓસ્ટ્રિયા) અને ત્રીજા ક્રમ પર કોપનહેગન (ડેનમાર્ક) છે.

બિસ્કે પરિષદમાં કહેવામાં આવ્યું કે, આ પહેલુ બિન ધંધાકીય રેંકિન્ગ છે જે આર્થિક વિકાસના નવા ઉપાયો દર્શાવે છે. આ યાદીનો મુખ્ય હેતુ વૈશ્વિક અર્થવ્યવસ્થાના સ્તરે લોકોની સ્થિતિ જાણવાનો હતો. હવે સરકારો પણ સમજવા લાગી છે કે, સમૃદ્ઘિ શોધતા પહેલા નોકરીઓ, દાન-આવકની સાથે સ્વાસ્થ, રહેણાંક સેવાઓમાં સામર્થ્ય અને જીવનની ગુણવત્તાને પણ ધ્યાનમાં રાખવું જોઇએ.

આ રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો હતો કે વિશ્વના સૌથી તવંગર શહેરોમાં વસેલા લોકો સુધી સમાવેશી વિકાસ પહોંચ્યો નથી અને એ દેશો યાદીમાં ખૂબ જ પાછળ છે. જેનુ મુખ્ય કારણ આ શહેરોમાં આર્થિક વિકાસની અસમાનતાનું સ્તર છે. ફોર્બ્સ વિશ્વના પહેલા ૧૦ પૈસાદાર શહેરોમાં સામેલ મુંબઇ આ યાદીમાં ૧૦૭માં સ્થાને છે, જયારે લંડન ૩૩માં અને ન્યૂયોર્ક સિટી ૩૮માં સ્થાને છે. ગરીબી અને અસમાનતા જેવા પડકારોને લીધે આફ્રિકન, અશિયન અને દક્ષિણ અમેરીકાના દેશો આ યાદીમાં પાછળ રહ્યા.

વિકાસ સૂચકાંકમાં ભારત વિકાસશીલ અર્થવ્યવસ્થાઓમાં ૬૨માં સ્થાને છે જયારે ચીન ૨૬માં અને પાકિસ્તાન ૪૭માં સ્થાને છે. WEFની ફેબ્રુઆરી ૨૦૧૯ની યાદીમાં વિકાસની દ્રષ્ટિએ નોર્વે સૌથી આગળ રહ્યું હતું. આ ઇન્ડેકસમાં જીવન ધોરણ, વાતાવરણને આધારે જીવન અને ભવિષ્યની પેઢીઓને દેવાથી મૂકિત આપવા જેવા મુદ્દાઓ સામેલ કરવામાં આવે છે. ૨૦૧૮માં ભારતને બે ક્રમનું નુકસાન થતા તે ૬૦માં સ્થાને આવી પહોંચ્યું હતું.

(10:23 am IST)