Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

પેટ્રોલમાં ભડકોઃ મુંબઇમાં ભાવે ૮૦ રૂપિયાની સપાટી વટાવી

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ આઙ્ખઇલના ભાવ બે મહિનાની ઊંચી સપાટી નજીક પહોંચી ગયા

મુંબઈ, તા.૨૩:  દેશની આર્થિક રાજધાની મુંબઈમાં બે દિવસ સુધી પેટ્રોલના ભાવ સ્થિર રહ્યા બાદ શુક્રવારે તે પ્રતિ લિટર ૮૦.૦૧ રૂપિયાના દરે વેચાયું હતું. દિલ્હી, કોલકત્તા, મુંબઈ અને ચેન્નઇમાં પેટ્રોલના ભાવમાં ૧૫-૧૬ પૈસાનો વધારો થયો હતો. જોકે, ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર થયા નહોતા. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ આઙ્ખઇલના ભાવ બે મહિનાની ઊંચી સપાટી નજીક પહોંચી ગયા છે.

ઈન્ડિયન ઓઇલ વેબસાઇટ અનુસાર દિલ્હી, કોલકત્તા, મુંબઈ અને ચેન્નઇમાં પેટ્રોલના ભાવ અનુક્રમે રૂ. ૭૪.૩૫, રૂ. ૭૭.૦૪, રૂ. ૮૦.૦૧ અને રૂ. ૭૭.૨૯ પ્રતિ લિટર રહ્યા હતા. તમામ ચાર શહેરમાં ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર ન થતા તે અનુક્રમે રૂ. ૬૫.૮૪, રૂ. ૬૮.૨૫, રૂ. ૬૯.૦૬ અને રૂ. ૬૯.૫૯ પ્રતિ લિટર રહ્યા હતા.

પેટ્રોલ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ શુક્રવારે ચેન્નઇમાં પેટ્રોલના ભાવમાં ૧૫ પૈસા તેમ જ દિલ્હી, કોલકત્તા અને મુંબઈમાં ૧૬ પૈસા પ્રતિ લિટરનો વધારો કર્યો હતો. મુંબઈમાં ત્રીજી ઓકટોબરે પેટ્રોલના ભાવ રૂ. ૮૦.૧૧ પ્રતિ લિટર હતા.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં બે દિવસની તેજી બાદ નરમાઇ આવી છે, પરંતુ કિંમત બે મહિનાની ઊંચી સપાટી પર છે. બેંચમાર્ક ક્રૂડ ઓઇલના દર ૬૩ ડોલર પ્રતિ બેરલ છે.

આંતરરાષ્ટ્રીય વાયદા બજાર ઇન્ટરકોન્ટિનેન્ટલ એકસચેન્જ (આઇસીઇ) પર બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ ૬૩.૬૧ ડોલરના ભાવ બોલાયા હતા, જેમાં અગાઉના સત્રની સરખામણીમાં ૦.૫૬ ટકાનો દ્યટાડો થયો હતો.

આ સાથે જ વેસ્ટ ટેકસાસ ઇન્ટરમીડિયેટમાં અમેરિકન લાઇટ ક્રૂડ બેરલદીઠ ૫૮.૧૯ ડોલરના ભાવ રહ્યા હતા, જેમાં અગાઉના સત્રની તુલનામાં ૦.૬૭ ઘટાડો હતો.

(10:21 am IST)