Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

મંત્રી કહી રહ્યા છે કે પ્રદૂષણથી બચવા માટે ગાજર ખાવઃ અમે શું બકરી છીએ, કોંગ્રેસ સાંસદ પ્રતાપસિંહ બાજવાની સટાસટી

કોંગ્રેસ સાંસદ પ્રતાપસિંહ બાજવાએ ગુરૂવારના રાજયસભામાં કહ્યું કે કેન્‍દ્રીય સ્‍વાસ્‍થ્‍ય મંત્રી હર્ષવર્ધનએ ટવિટ કરી પ્રદૂષણથી બચવા માટે ગાજર ખાવાની અને પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકર સંગીત સાંભળવાની સલાહ આપી રહ્યા છે.

એમણે કહ્યું શું અમને બકરીઓ સમજી રાખેલ છે જે ગાજર ખાવાનું કહી રહ્યા છે શું સરકાર આવા પ્રદુષણથી નિપટી રહી છે. ?

બાજવાએ કહ્યૂં ફેફસા જામ, ગળુ બેસી ગયુ છે આંખોમાંથી આંસુ નીકળી રહ્યા છે અમે પહેલેથી જ પડકારોનો સામનો કરી રહ્યા છીએ.

(12:00 am IST)