Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

મનરેગા મજદૂરોને મોદી સરકાર આપશે મોટી ભેટ

મજદૂરી દરને મોંઘવારી સાથે જોડાશે : ઉપભોક્તા મૂલ્ય સૂચકાંકને સંશોધિત કરવા વિશે શ્રમ મંત્રાલયના નિર્ણયની રાહ

નવી દિલ્હી : મનરેગા મજદૂરોને સરકાર મોટી ભેટ આપી શકે છે મનરેગામાં મજદૂરી દરને મોંઘવારી સાથે જોડવા માટે સરકારને ઉપભોક્તા મૂલ્ય સૂચકાંકને સંશોધિત કરવા વિશે શ્રમ મંત્રાલયના નિર્ણયની રાહ જોવામાં આવી રહી છે.

   ગ્રામિણ વિકાસ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે, મનરેગા કાયદા હેઠળ દર વર્ષે એપ્રિલમાં મજદૂરીના દરને પુન:નિર્ધારણ કરવામાં આવે છે. તેમણે કહ્યું કે, મોંઘવારી સાથે આને જોડવા માટે શ્રમ મંત્રાલયે અંતિમ નિર્ણય કરવાનો છે.
  એક અન્ય પ્રશ્નના લેખિત જવાબમાં તોમરે કહ્યું કે, મંત્રાલય અકુશળ મનરેગા શ્રમિકોનો મજદુરી દર કૃષિ મજદૂરોના ઉપભોક્તા મૂલ્ય સૂચકાંકના આધાર પર તમામ રાજ્યો માટે દર વર્ષે પુન:નિર્ધારણ કરવામાં આવે છે. તેમણે કહ્યું કે, મનરેગા મજદૂરો માટે પારિશ્રમિકના નિર્ધારણ માટે કોઈ સામાન્ય ઈન્ડેક્સ બનાવવા પર અધ્યયન માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી.

   સમિતિએ પોતાના રિપોર્ટમાં મનરેગા શ્રમિકોની મજદુરીના નિર્ધારણ માટે કૃષિ મજદુરોના ઉપભોક્તા મૂલ્ય સૂચકાંકના બદલે ઉપભોક્તા મૂલ્ય સૂચકાંક - ગ્રામિણનો ઉપયોગ કરવાની ભલામણ કરી છે. સાથે જ સમિતિએ ડિસેમ્બર મહિનાના સૂચકાંકના બદલે મોંઘવારી દરને વાર્ષિક એવરેજનો ઉપયોગ કરવાની પણ ભલામણ કરી છે. તેમણે કહ્યું કે, આ વિશે શ્રમ મંત્રાલયના નિર્ણયની રાહ જોવામાં આવી રહી છે.

(11:57 pm IST)