Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

સિવિલ રાઇટ્સ એક્ટિવિસ્ટ જેમ્સ લોસનને કોંગ્રેસનલ ગોલ્ડ મેડલ આપો : ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રી રો ખન્નાએ કોંગ્રેસમાં પ્રસ્તાવ રજૂ કર્યો

વોશિંગટન : અમેરિકાના કેલિફોર્નિયાના કોંગ્રેસમેન ઇન્ડિયન અમેરિકન શ્રી રો ખન્નાએ સિવિલ રાઇટ્સ એક્ટિવિસ્ટ જેમ્સ લોસનને કોંગ્રેસનલ ગોલ્ડ મેડલ આપવા માટેનો પ્રસ્તાવ 14 નવે.ના રોજ કોંગ્રેસમાં રજૂ કર્યો છે.અનેક સિવિલ રાઇટ્સ એક્ટિવિસ્ટ માટે પ્રેરણાસ્ત્રોત બની રહેલા જેમ્સ લોસનએ વર્ષે તેમનો 90 મો જન્મદિવસ ઉજવ્યો હતો.તેમને ગોલ્ડ મેડલ આપવા માટે 2 ડઝન જેટલા કો સ્પોન્સર્સનું સમર્થન મળ્યું છે.

 જેમ્સ લોસન અગાઉ ભારતમાં પણ 3 વર્ષ રહી ચુક્યા છે.તથા મહાત્મા ગાંધીની અહિંસા નીતિથી આકર્ષાયેલા છે.તેમને આર્કીટેક ઓફ સિવિલ રાઇટ્સ મુમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે.

 

(7:32 pm IST)