Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

સલમાને મોદીના મંત્રી સાથે ચલાવી સાઇકલ

ઈટાનગર તા. ૨૩ : બોલીવૂડના સુપરસ્‍ટાર સલમાન ખાનનો ફરી એક વખત અરૂચલપ્રદેશનો પ્રેમ જોવા મળ્‍યો છે. સલમાન હાલમાં તેની આવનારી ફિલ્‍મ ભારતની શુટિંગમાં વ્‍યસ્‍ત છે. પરંતુ, આ વ્‍યસ્‍ત શુટિંગ વચ્‍ચે પણ સલમાન ખાને ગુરૂવારે અરૂણાચલ પ્રદેશના મેચુકામાં આયોજિત એક એડવેન્‍ચર ફેસ્‍ટિલમાં ભાગ લીધો હતો. જેમાં તેણે માઉન્‍ટન બાયસિકલ રેસનું ઉદ્દઘાટન કર્યું હતું. આ રેસ દરમિયાન અરૂણાચલના મુખ્‍યમંત્રી પેમા ખાંડુ અને કેન્‍દ્રીય મંત્રી કિરણ રિજિજુ સાથે સાયકલ ચલાવી હતી.

આ ફેસ્‍ટિવલમાં સલમાન ખાન અરૂણાચલ પ્રદેશના પારંપરિક પરિધાનમાં જોવા મળ્‍યો હતો. પોતાની પસંદગીના સ્‍ટારને જોવા માટે આસપાસમાંથી લોકો ઉમટી પડ્‍યા હતા. ફિલ્‍મ ટ્‍યુબલાઈટના બાળ કલાકાર માર્ટિન રે પણ અહીં સલમાન સાથે હાજર હતા. આ પછી સલમાને કેન્‍દ્રીય ગૃહ રાજયમંત્રી કિરણ રિજિજુ અને સીએમ પેમા ખાંડુએ આ સાયકલ રેસનું ઉદ્દઘાટન કર્યું હતું. આ પછી ત્રણેય લોકોએ ૧૦ કિમી સુધી સાયકલ સવારી કરી હતી. જેનો એક વીડિયો પણ સામે આવ્‍યો છે.

સલમાન ખાન ગુરૂવારે સવારે અસમના ડીબ્રુગઢ એરપોર્ટ પર પહોંચ્‍યો હતો. જયાં કેન્‍દ્રીય ગૃહ રાજયમંત્રી કિરણ રિજિજુએ તેમનું સ્‍વાગત કર્યું હતું. પંજાબમાં સલમાન પોતાની આવનારી ફિલ્‍મ ભારતનું શુટિંગ કરી ચાર્ટડ વિમાનથી ડીબ્રુદઢ પહોંચ્‍યો હતો. ત્‍યાંથી તે અરૂણાચલના મેચુકા ફેસ્‍ટિવલમાં ભાગ લેવા માટે રવાના થયો હતો. અગાઉ સલમાને કહ્યું હતું કે, હું ક્‍યારે અરૂણાચલ પ્રદેશ ગયો નથી. પણ મને ખ્‍યાલ નથી કે, શા માટે અરૂણાચલ પ્રદેશને હું પસંદ કરું છું? ઘણા લાંબા સમયથી અરૂણાચલ પ્રદેશ જવાની મને ઈચ્‍છા હતી. માર્ટિન રે અરૂણાચલ પ્રદેશનો રહેવાસી છે.

આ પહેલા પણ સલમાન ખાને અરૂણાચલ પ્રદેશ જવાની ઈચ્‍છા વ્‍યક્‍ત કરી હતી. પરંતુ, કોઈને કોઈ કારણોસર અહીં જવાની વ્‍યવસ્‍થા થઈ ન હતી. માર્ટિને પણ સલમાનને ઈટાનગર આવવા માટે કહ્યું હતું. અરૂણાચલ પ્રદેશના પહાડી વિસ્‍તાર, નદીનળા અને ઝરણાઓ તેમને આકર્ષિક કરે છે.

(11:18 am IST)