Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

લખીમપુર ખેરી હિંસા:આરોપી આશિષ મિશ્રાને પોલીસ રિમાન્ડ દરમિયાન ડેન્ગ્યુ : જેલ હોસ્પિટલમાં ખસેડાયો

લખીમપુરમાં ખેડૂતોને કચડી નાખવા અને હિંસાના કેસના મુખ્ય આરોપી આશિષ મિશ્રા સહિત ચાર આરોપીઓને શુક્રવારે કોર્ટે બે દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ પર મોકલ્યા હતા

નવી દિલ્હી :  લખીમપુર ખેરી હિંસાના આરોપી અને પોલીસ કસ્ટડી રિમાન્ડ પર રહેલા મુખ્ય આરોપી આશિષ મિશ્રાની હાલત ખરાબ થઈ ગઈ છે. તેને જેલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસ કસ્ટડીના રિમાન્ડ પૂરા થાય તે પહેલા જ આશિષ મિશ્રાને જેલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે આરોપી આશિષ મિશ્રા ડેન્ગ્યુથી પીડિત છે અને તેને જેલની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

 લખીમપુરમાં ખેડૂતોને કચડી નાખવા અને હિંસાના કેસના મુખ્ય આરોપી આશિષ મિશ્રા સહિત ચાર આરોપીઓને શુક્રવારે કોર્ટે બે દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ પર મોકલ્યા હતા. કેસની તપાસ સાથે સંકળાયેલા અધિકારીઓએ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના આરોપી પુત્ર આશિષ મિશ્રા સહિત ચારેય આરોપીઓના પોલીસ કસ્ટડી રિમાન્ડ માંગ્યા હતા, જે કોર્ટે મંજુર કર્યા હતા .

લખીમપુર ખેરી હિંસા કેસમાં આરોપી મંત્રી પુત્રો આશિષ મિશ્રા, અંકિત દાસ, લતીફ ઉર્ફે કાલે અને શેખર ભારતીના પોલીસ કસ્ટડી રિમાન્ડ 24 ઓક્ટોબર શુક્રવારે સાંજે 5 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી રહેશે. આ કેસના તપાસ અધિકારીએ આશિષ મિશ્રા સહિત ચાર આરોપીઓના પોલીસ કસ્ટડી રિમાન્ડ માંગ્યા હતા. પરંતુ રિમાન્ડની મુદત પૂરી થાય તે પહેલા જ આશિષને ડેન્ગ્યુ થયો અને તેને જેલની હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો.  છે 

(12:25 am IST)