Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

પોલીસે હીરોઈન નહીં હેરોઈન પકડ્યું છે : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ એનસીબીની કાર્યવાહીની મજાક ઊડાવી : મહારાષ્ટ્ર પોલીસે હાલમાં જ ૨૫ કરોડ રૂપિયાનુ ડ્રગ્સ પકડયુ છે અ્ને તેના સંદર્ભમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ આ કટાક્ષ કર્યો

મહારાષ્ટ્ર, તા.૨૩ : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ આર્યન ખાન ડ્રગ્સ કેસમાં એનસીબીની કાર્યવાહીની ફરી એક વખત મજાક ઉડાવી છે. ઠાકરેએ ટોણો મારતા કહ્યુ હતુ કે, મહારાષ્ટ્ર પોલીસે હીરોઈન નહીં પણ હેરોઈન પકડયુ છે પણ તેને પ્રસિધ્ધિ નથી મળતી. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર પોલીસે હાલમાં ૨૫ કરોડ રૂપિયાનુ ડ્રગ્સ પકડયુ છે અ્ને તેના સંદર્ભમાં ઠાકરેએ કટાક્ષ કર્યો હતો.

આજે તેમણે મુંબઈ અને નાગપુરમાં અત્યાધુનિક ફોરેન્સિક લેબના ઉદઘાટન સમયે ઉપરોક્ત નિવેદન આપ્યુ હતુ. ઠાકરેનો ઈશારો આર્યન ખાનના કેસમાં એનસીબી દ્વારા અનન્યા પાંડેની પૂછપરછ તરફ હતો. તેમણે કહ્યુ હતુ કે, હાલમાં એક વાત થઈ રહી છે અને તે છે ડ્રગ્સ, એવી ઈમેજ ઉભી કરાઈ રહી છે કે જાણે દુનિયાભરનુ ડ્રગ્સ મહારાષ્ટ્રમાં વેચાઈ રહ્યુ છે અને તેને માત્ર એનસીબી પકડી શકે છે, પણ એવુ નથી. તેમણે કહ્યુ હતુ કે, મહારાષ્ટ્ર અને મુંબઈ પોલીસે ચાર દિવસ પહેલા ૨૫ કરોડ રૂપિયાનુ ડ્રગ્સ પકડયુ છે અને તેમણે તો હેરોઈન પકડયુ છે, હીરોઈન નહીં. અમને અમારી પોલીસની કામગીરી પર ગર્વ છે. મહારાષ્ટ્ર પોલીસ મજબુત અને કુશળ છે. અમે અપરાધીઓ સામે નરમ વલણ અપનાવતા નથી.

(7:39 pm IST)