Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

રાજકારણને કોર્ટથી દૂર રાખજો : મહારાષ્ટ્રના પૂર્વ તથા વર્તમાન ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરેને કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રીજ્જુની સલાહ : બોમ્બે હાઇકોર્ટની ઔરંગાબાદ બેન્ચના નવા બિલ્ડિંગના ઉદઘાટન સમયે ઉદબોધન

ઔરંગાબાદ : તાજેતરમાં બોમ્બે હાઇકોર્ટની ઔરંગાબાદ બેન્ચના નવા બિલ્ડિંગના ઉદઘાટન સમયે કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રીજ્જુ હાજર રહ્યા હતા. આ તકે દીપ પ્રાગટ્ય કાર્યક્રમમાં મહારાષ્ટ્રના પૂર્વ તથા વર્તમાન ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરેને હાજર જોઈ કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રીજ્જુએ પ્રસન્નતા વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે રાજકારણને કોર્ટથી દૂર રાખજો .આપણે સામાન્ય નાગરિકને ન્યાય અપાવવા માટે એક ટિમ તરીકે કામ કરવાનું છે. પછી ભલે રાજકીય રીતે આપણી વિચારધારા જુદી હોય.

કેન્દ્રીય મંત્રીએ ઉદબોધન કરતા જણાવ્યું હતું કે છેલ્લી કેબિનેટ બેઠકમાં અમે વિવિધ મહત્વપૂર્ણ પગલાં લીધા છે. અમે તમામ જિલ્લાઓ અને ગૌણ અદાલતોમાં ન્યાયિક અધિકારીઓ માટે 3800 કોર્ટ હોલ અને 4000 રહેણાંક એકમોના નિર્માણના હેતુ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે એકસાથે એકત્રિત કરવા માટે, નીચલા ન્યાયતંત્રના માળખાના વિકાસ માટે ₹9000 કરોડ મંજૂર કરવાનું નક્કી કર્યું છે.

આ તકે દેશના ચીફ જસ્ટિસ એન.વી.રમના તથા સુપ્રીમ કોર્ટના ત્રણ જસ્ટિસ હાજર રહ્યા હતા.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(6:13 pm IST)