Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

જમ્મુ અને કાશ્મીરમાં સીઝનનો પહેલો સ્નો-ફોલ

કાશ્મીરની ખીણના પ્રસિદ્ઘ સ્થળો ગુલમર્ગ, સોનમર્ગ, પહેલગામ, અહરબલ સ્નોની સફેદ ચાદરથી ઢંકાઈ ગયાં

શ્રીનગર, તા.૨૩: જમ્મુ અને કાશ્મીરમાં મોસમનો પહેલો સ્નોફોલ (બરફ-વર્ષા) થતાં પર્યટન ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોમાં જુસ્સો આવ્યો છે. કાશ્મીરની ખીણના પ્રસિદ્ઘ સ્થળો ગુલમર્ગ, સોનમર્ગ, પહેલગામ, અહરબલ સ્નોની સફેદ ચાદરથી ઢંકાઈ ગયાં છે. પ્રવાસન સ્થળોથી જોડાયેલા લોકોને આશા છે કે સ્નો-ફોલથી અહીં પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થશે. ગુલમર્ગ, સોનમર્ગ અને પહેલગામમાં પણ સ્નો-ફોલ થઈ રહ્યો છે અને પ્રવાસીઓ સ્નો-ફોલની મજા માણતા દેખાતા હતા.હોટેલ વ્યવસાય સાથે જોડાયેલા ઇમરાન મસૂદે જણાવ્યું હતું કે રાત્રે શરૂ થયેલા સ્નો-ફોલે સવાર સુધી ગુલમર્ગની ખીણમાં સફેદ ચાદર પથરાઈ હતી. હાલમાં પણ ત્યાં સ્નો-ફોલ થઈ રહ્યો છે. દેશ-વિદેશથી આવેલા પર્યટક આ સ્નો-ફોલની મજા માણી રહ્યા છે. પર્યટકોની સંખ્યામાં સારોએવો વધારો થવાની અપેક્ષા વ્યકત કરતાં તેમણે કહ્યું હતું કે કાશ્મીરની સ્થિતિ સામાન્ય રહેશે તો સારું છે, કેમ કે કોરોના રોગચાળામાં મંદીનો સામનો કર્યો છે.

(4:20 pm IST)