Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

ધર્માતરણ અને હવાલાકાંડ મામલે

યુપી એટીએસએ મૌલાના અને વડોદરાના સલાઉદ્દીન શેખની ધરપકડ

લખનૌ, તા.૨૩: યુપીના હવાલાકાંડ અને ધર્માંતરણ મામલે યુપી ATSએ બે આરોપીઓની ધરપકડ કરી છે, યુપીના મૌલાના અને વડોદરાના સલાઉદ્દીન શેખની ધરપકડ કરી હવે યુપી ATS દ્વારા બંનેની વધુ પૂછપરછ કરવામાં આવશે, મહત્વનું છે કે હાલ બંને આરોપીઓ વડોદરા પોલીસના રિમાન્ડમાં છે અને સમગ્ર કેસની તપાસ વડોદરા SITની ટીમ કરી રહી છે ત્યારે હવે યુપી ATS બંનેનો ચાર્જ સંભાળશે.

ઉલ્લેખનિય છે કે આફમી ચેરિટેબલ ટ્રસ્ટનો મુખ્ય ટ્રસ્ટી સલાઉદ્દીન શેખ છે, ગઈ કાલે પણ SITની પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થયા હતા જેમાં સલાઉદ્દીને સ્વીકાર્યું કે તેણે પોલીસને ખોટી માહિતી આપી હતી અને ધર્માંતરણ માટે હવાલાથી રૂપિયા આવે છે તેવું પણ સલાઉદ્દીન કબુલ્યુ હતું, બંને ટ્રસ્ટીઓનું ક્રોસ ઇન્ટ્રોગેશન પણ કરાયુ હતું જેમાં SITની પુછપરછમા અનેક રાજ ખુલ્યા છે હવે ૬ માંથી ૨ ટ્રસ્ટીઓનું ક્રોસ ઇન્ટ્રોગેશન કરાશે ત્યારે SIT તપાસમા વધુ ખુલાસા બહાર આવે તેવી શકયતા પણ જોવાઈ રહી છે.

યુપીના ધર્માંતરણ અને હવાલા કેસમાં SITદ્ગક તપાસમાં નવા ખુલાસા સામે આવ્યા છે. જેમાં સલાઉદ્દીન શેખે હરિયાણા, લખનઉ અને આસામમાં નાણા મોકલ્યા હોવાનું સામે આવ્યું છે. સલાઉદ્દીને ૫૮ લાખ રૂપિયા હવાલાથી મોકલ્યા હોવાનું મનાઈ રહ્યું છે. એટલું જ નહીં મેવાતમાં મૌલાનાને ૧૬ લાખ, લખનઉમાં ૧૫ લાખ તેમજ આસામમાં ૩ મસ્જિદ માટે ૧૯.૫૦ લાખ રૂપિયા મોકલ્યા હોવાનું SIT તપાસમાં ખુલ્યું છે.

મહત્વનું છે કે વડોદરમા ચકચાર મચાવનાર હવાલાકાંડ અને ધર્માંતરણકેસમાં ભુજની મસ્જિદ માટે ફંડિગ કરાયું હોવાનું પણ સામે આવ્યું છે. યુપી ATSની તપાસમાં ધર્માંતરણ માટે ૧૦૦ કરોડનું વિદેશી ફંડ મળ્યું હોવાનું ખૂલતા મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભુજમાં તપાસ હાથ આવી કરી છે ઉત્તર પ્રદેશ SIT પોલીસ દ્વારા આરોપીને સાથે રાખીને તપાસ કરવામાં આવશે.

(3:24 pm IST)