Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

જામીન મેળવવા ભગવાનનો જ સહારો

જેલમાં રોજ આરતીમાં સામેલ થાય છે આર્યન ખાન

મુંબઈ,તા.૨૩: જામીનની અરજી વારંવાર રિજેકટ થવા પર આર્યન ભગવાનને યાદ કરી રહ્યો છે. આર્યન જેલમાં થતી પૂજામાં રોજ જાય છે અને પ્રાર્થના કરે છે. પોતાને જામીન કેમ નથી મળી રહી તેને લઇને તે પ્રાર્થના કરતો દેખાય છે.

જેલના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે આર્યન જે બેરેકમાં છે ત્યાં એક નાનકડું મંદિર છે. તે મંદિરમાં રોજ સાંજે ૭ વાગે આરતી થાય છે. આર્યન પણ આરતીમાં સામેલ થાય છે અને જયાં સુધી આરતી પતી નથી જતી ત્યાં સુધી તે ત્યાંથી હલતો પણ નથી. શાહરૂખ થોડા સમય પહેલા તેને મળવા જેલમાં પહોંચ્યો હતો. ઇન્ટરકોમ પર ૧૦ મીનિટ બંને વચ્ચે વાત થઇ હતી.

ઘણા દિવસે આર્યને પિતાને જોયા તો તે રડી પડ્યો હતો અને શાહરૂખ પણ ઇમોશનલ જોવા મળ્યો હતો. ૧૫ મીનિટ શાહરુખ અને આર્યન માટે ખુબ ભાવૂક હતા. આર્યને શાહરૂખને કહ્યું કે તેને જેલનું ભોજન ભાવતું નથી. જે વાતને લઇને શાહરૂખને ખુબ ચિંતા થઇ હતી. આર્યન માટે શાહરૂખે અધિકારીઓને પૂછ્યું કે શું તેને ઘરનું જમવાનું જેલમાં મોકલાવી શકે છે? તેના પર અધિકારીએ કહ્યું કે ઘરેથી જમવાનું આપવા માટે કોર્ટની પરમિશન લેવી પડશે. ૭ ઓકટોબરે મુંબઈ સ્પેશિયલ કોર્ટે આરોપી આર્યનખાનને ૧૪ દિવસની જયુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો આજે કસ્ટડીની મુદત પૂરી થઈ હતી જેને પગલે કોર્ટે તેને ૩૦ ઓકટોબર સુધી લંબાવી દીધી છે.

(3:23 pm IST)