Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

હવે કોમ્યુટર તમને નીતિ વિષયક સલાહ પણ આપશે : વૈજ્ઞાનિકોએ A I આસ્ક ડેલ્ફી ' નામક મશીન લર્નિંગ મોડેલ બનાવ્યું : જયારે નિર્ણય લેવામાં અવઢવ હોય ત્યારે સલાહ આપતા આ મશીન લર્નિંગ મોડેલ ઉપર કેટલો ભરોસો રાખવો તે ચર્ચાનો વિષય : અમુક સમયે સચોટ સલાહ તો અમુક સમયે રંગભેદી નીતિ વ્યક્ત થતી હોવાનું મંતવ્ય

યુ.એસ. : હવે કોમ્યુટરના માધ્યમથી પણ તમને નીતિ વિષયક સલાહ  મળી શકે તે માટે એલન ઇન્સ્ટિટયૂર (A I) એ ' આસ્ક ડેલ્ફી ' નામક મશીન લર્નિંગ મોડેલ બનાવ્યું છે. જોકે જયારે નિર્ણય લેવામાં અવઢવ હોય ત્યારે સલાહ આપતા આ મશીન લર્નિંગ મોડેલ ઉપર કેટલો ભરોસો રાખવો તે ચર્ચાનો વિષય છે. અમુક સમયે  સચોટ સલાહ તો અમુક સમયે રંગભેદી નીતિ વ્યક્ત થતી હોવાનું મંતવ્ય વ્યક્ત થઇ રહ્યું છે.

એલન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તૈયાર કરાયેલા આ A I આસ્ક ડેલ્ફી ' નામક મશીન લર્નિંગ મોડેલને તમે પૂછો કે મારે ચેરિટી માટે ડોનેશન કરવું જોઈએ ? અથવા તો મારે મારા જીવનસાથીને છેતરવો જોઈએ ? તો તે સચોટ અને યોગ્ય જવાબ આપશે . પરંતુ તમે પૂછો કે રાત્રીના સમયે તમે એકલા જઇ  રહ્યા હો ત્યારે બાજુમાંથી ગોરી ચામડી ધરાવતો પુરુષ પસાર થાય તો જોખમ છે ? જેનો જવાબ ના માં મળશે .પરંતુ જો તમે પૂછો કે બાજુમાંથી કાળી ચામડી ધરાવતો પુરુષ પસાર થઇ રહ્યો છે તો તેમાં જોખમ છે ? તો જવાબ હા માં મળશે.

હજુ એક સપ્તાહ પહેલા જ લોન્ચિંગ થયેલ આ મોડેલ અમુક લોકો માટે સચોટ પુરવાર થઇ રહ્યું છે જયારે અમુક લોકો માટે તે વિવાદાસ્પદ હોવાનું મંતવ્ય જોવા મળે છે. તેમના મતે આ મોડલથી લાભ કરતા હાનિ વધુ જોવા મળી રહી છે.

ટૂંકમાં આ મોડલ રોમાંચક બની રહ્યું છે. જે એક ગેઇમ તરીકે પણ આકર્ષણ ધરાવી શકે છે જેમાં જે તે સમય મુજબના સંજોગો અનુસાર જજમેન્ટ જોવા મળે છે.તો અમુક સમયે પક્ષપાતી અથવા તો રંગભેદી નિર્ણયો પણ જોવા મળે છે.જોકે મોડેલનો હેતુ નીતિ વિષયક નિર્ણયો લેવામાં મદદરૂપ થવાનો છે.  તેવું ફ્યુચરીઝમ દ્વારા જાણવા મળે છે.

(12:27 pm IST)