Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

દિવાળી : ગિફટ પેકેટનો ક્રેજ સિલ્વર-ગોલ્ડ કોટેડ બોકસની માંગ

ચોકલેટ, ડ્રાયફ્રૂટ્સ મુખવાસ અને મીઠાઇ તથા નમકીનના પેકિંગ શરૂ થયા

મુંબઇ,તા. ૨૩ : દિવાળીની રોનક અને ચહલ-પહલ અમદાવાદના બજારમાં શરૂ થઇ ગઇ છે. લોકોએ ધૂમ ખરીદી શરૂ કરી દીધી છે. ત્યારે હવે સ્વજનો અને મિત્રોને દિવાળીની શુભેચ્છા સામે મીઠાઇ, ડ્રાયફૂટ્સ, ચોકલેટ તથા મુખવાસના આકર્ષક પેકિંગના ઓર્ડર મળતા વેપારીઓએ તેની તડામાર તૈયારીઓ આદરી દીધી છે. અમદાવાદના બજારમાં સાદા કાગળ અને પુંઠાના પેકિંગથી લઇને સિલ્વર અને ગોલ્ડ કોટેડ બોકસમાં સાદા કાગળ અને પુંઠાના પેકિંગથી લઇને સિલ્વર અને ગોલ્ડ કોટેડ બોકસની માંગ જોવા મળી રહી છે. જો કે, ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે રોમટીરિયલનો ભાગ વધતા ગિફટ પેકેટ અને બોકસના પણ ભાવ વધી ગયા છે. ગિફટ પેકેટ અને બોકસનો ધંધો કરતા વેપારીઓની સાથે સાથે ડ્રાયફૂટ્સ, ચોકલેટ મુખવાસ, મીઠાઇ અને નમકીનના વેપારીઓને પણ ઓર્ડર મળવા લાગ્યા છે.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના હિરેન ગાંધીના જણાવ્યા મુજબ દિવાળીમાં નવા કપડા પગરખાં, ફટાકડા તેમજ ગૃહ સુશોભનની ચીજવસ્તુઓની ખરીદી સાથે સાથે લોકો અને દિવાળીની શુભેચ્છા સાથે મીઠાઇ અને ગિફટ પેકેટ પણ આપવાની પરંપરા છેલ્લા કેટલાક વર્ષોથી ચાલુ થઇ છે. છેલ્લા ઘણા વર્ષથી શરૂ થયેલા આ ટ્રેન્ડમાં લોકો પોતાના અંગત મિત્રો અને સ્વજનોને આકર્ષક પેકેટમાં કે બોકસમાં ચોકલેટ, મીઠાઇ, નમકીન, મુખવાસ તથા ડ્રાયફૂટ્સ આપતા હોય છે.

અલબત, આકર્ષક અને પહેલી નજરે ગમી જાય તેવા ગિફટ પેકેટ, ગિફટ હેમ્પર તથા બોકસ બનાવવા માટેના મોટા પ્રમાણમાં ઓર્ડર મળવાના શરૂ થઇ ગયા છે. ગિફટ પેકિંગ વ્યવસાય કરતા વેપારીઓના જણાવ્યા મુજબ કોરોના લોકડાઉન બાદ મોંઘવારીમાં થયેલા વધારાને કારણે રોમટીરિયલનો ભાવ વધતા ચાલુ વર્ષે ગિફટ પેકેટનો પણ ભાવ વધ્યો છે.

સાદા ગિફટ પેકેટની સાથે સાથે, સિલ્વર અને ગોલ્ડ કોટેડ બોકસની માંગ વધારે જોવા મળી રહી છે. સિનિયર અધિકારીઓને કે ખાસ માણસો માટે લોકો હજારો રૂપિયાનો ખર્ચ માણસો માટે લોકો હજારો રૂપિયાનો ખર્ચ કરીને સિલ્વર અને ગોલ્ડ કોટેડ બોકસનો ઓર્ડર આપતા થયા છે. ઉપરાંત પ્લાસ્ટિક અને એક્રેલિકના પણ ગોળ અને ચોરસ દિવાળીમાં માંગ જોવા મળી રહી છે. 

(10:27 am IST)