Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

રેખાની માતાએ આ સંબંધને મંજૂરી પણ આપી દીધી હતી

રેખા સાથે ઈમરાન ખાનના થવાના હતા લગ્ન?

૧૯૮૫માં 'ધ સ્ટાર'એ ઈમરાન ખાન અને રેખાના સંબંધો પર આર્ટિકલ છાપ્યો હતોઃઈમરાન ખાન રેખાને મળવા ભારત આવ્યા હતા અને બંને સાથે ઘણી જગ્યાએ ફર્યા હતા

ઈસ્લામાબાદ,તા. ૨૩: બોલીવુડ અને ક્રિકેટનો સંબંધ જૂનો છે. ઘણા ક્રિકેટર્સ બોલીવુડની એકટ્રેસ સાથે લગ્ન કરી ચૂકયા છે. તો ઘણી વખત અફેરની વાતો પણ સાંભળવા મળે છે. બોલીવુડની જાણીતી અભિનેત્રી રેખા જે ૭૦ અને ૮૦ના દાયકામાં હિંદી સિનેમા પર રાજ કરતી હતી, તેનું નામ પણ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર અને હાલમાં ત્યાંના વડાપ્રધાન ઈમરાન ખાન સાથે જોડાયું હતું. રેખા અને ઈમરાન ખાના સંબંધોને લઈને એક જૂના આર્ટિકલમાં કેટલાક ચોંકાવનારા દાવા કરાયા છે.

પોતાની કરિયરમાં ઈમરાન ખાન પાકિસ્તાનના સફળ કેપ્ટન્સમાં સામેલ હતા. તેઓ જોરદાર ઓલરાઉન્ડર હોવાની સાથે તેમની ગણતરી હેન્ડસમ ખેલાડીઓમાં પણ થતી હતી. તેમનું નામ ઘણી મહિલાઓ સાથે જોડાતું રહેતું હતું અને પોતાના અફેરને લઈને તેઓ ચર્ચામાં રહેતા હતા. રેખા સાથે અફેરને લઈને પણ ઘણી વાતો ઉડી હતી. એવી અફવા પણ હતી કે, ઈમરાન ખાન રેખા સાથે લગ્ન કરવાના હતા. ૧૯૮૫માં 'ધ સ્ટાર' ન્યૂઝ પેપરમાં છપાયેલા એક જૂના આર્ટિકલ મુજબ રેખાની માતાએ બંનેના લગ્નની મંજૂરી આપી દીધી હતી.

રિપોર્ટમાં દાવો કરાયો છે કે રેખાની માતાએ બંનેના સંબંધોના ભવિષ્યને જાણવા માટે એક જયોતિષનો સંપર્ક પણ કર્યો હતો. ઈમરાન રેખાને મળવા ભારત આવ્યા હતા અને મુંબઈમાં બંનેની મુલાકાત થઈ હતી અને તેમણે સાથે સમય વિતાવ્યો હતો. બંને એકબીજા સાથે સમય વિતાવવા દરમિયાન ઘણા ખુશ જોવા મળ્યા હતા. ઈમરાન અને રેખા ત્યારે દરિયા કિનારે અને નાઈટ કલબમાં પણ સાથે જોવા મળ્યા હતા. રિપોર્ટમાં કહેવાયું છે કે ,જે લોકોએ બંનેએ એકબીજાને સાથે જોયા હતા , તેમણે જણાવ્યું હતું કે, ઈમરાન અને રેખા એકબીજાને ઘણો પ્રેમ કરતા હતા.

આ આર્ટિકલમાં રેખાની સાથે પોતાની રિલેશનશિપને લઈને ઈમરાન ખાનનું સ્ટેટમેન્ટ પણ છાપ્યું છે. તેમાં ઈમરાન કહે છે કે, 'થોડા સમય માટે અભિનેત્રીનો સાથ મને પસંદ આવ્યો. થોડા સમય માટે તેમની સાથે મને મજા આવી અને પછી હું આગળ વધી ગયો. હું કોઈ ફિલ્મ અભિનેત્રી સાથે લગ્ન કરવા અંગે વિચારી પણ શકું તેમ નથી.' અહેવાલો મુજબ, ઈમરાન ખાનનું નામ ફિલ્મ અભિનેત્રી શબાના આઝમી અને જીનત અમાન સાથે પણ જોડાયું હતું. ક્રિકેટમાંથી નિવત્ત્િ। લીધા પછી ઈમરાન ખાન રાજકારણમાં આવ્યા હતા અને ૨૦૧૮માં પોતાની પાર્ટી તહરીક-એ-ઈન્સાફની જીત પછી પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા.

(10:16 am IST)