Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

આફ્રિકી દેશ ઈરીટ્રીયામાં પુરૂષો માટે બે લગ્ન ફરજીયાત : જો લગ્ન કરવાની ના પાડે તો થાય છે આકરી કાર્યવાહી

ડરબાન,તા.૨૩: ભારતમાં પહેલી પત્નીને છૂટાછેડા આપ્યાં વિના પતિ બીજા લગ્ન કરી શકતો નથી. વિશ્વના દરેક દેશોમાં લગ્ન માટે અલગ-અલગ કાયદાઓ છે. પરંતુ વિશ્વમાં એક દેશ એવો છે, જયાં દરેક પુરૂષે બે લગ્ન કરવા ફરજીયાત છે. જો કોઈ પુરૂષે બીજા લગ્ન કરવાનો ઈન્કાર કર્યો તો તેણે જેલના સળીયા ગણવા પડશે.

આફ્રિકા ખંડના દેશોમાં લગ્નને લઇ અલગ-અલગ કાયદાઓ છે. પરંતુ આવો કાયદો વિશ્વના અન્ય દેશમાં નથી. આફ્રિકા ખંડના એક દેશમાં અજબ કાયદો છે. અહીં પુરૂષોએ બે લગ્ન કરવા ફરજીયાત છે. જો કોઈ પુરૂષે લગ્ન કરવાની ના પાડી દીધી તો તેને કડક સજા આપવામાં આવે છે. તમને આ અનોખા દેશના કાયદા અંગે જાણીને આશ્યર્ય થશે. તમે વિચારી રહ્યાં છો કે શું કોઈ દેશમાં આવો કાયદો પણ હોઈ શકે છે ? આવો વધુ જાણીએ આફ્રિકા ખંડના આ દેશ અંગે.

આફ્રિકા ખંડના આ દેશમાં બે લગ્ન કરવા માટે અનોખો કાયદો બનાવવામાં આવ્યો છે. આ આફ્રિકી દેશનું નામ ઈરીટ્રિયા છે. અહીં પુરૂષો માટે બે લગ્ન કરવા ફરજીયાત છે. તો હવે પુરૂષ પોતાના મનથી કરે કે પછી દુૅંખી મનથી.

ઈરિટ્રીયામાં બે લગ્ન કરવા જરૂરી છે. જો કોઈ પુરૂષ લગ્ન કરવાનો અને બે પત્નીઓને રાખવાની ના પાડી દે તો તેના વિરુદ્ઘ આકરી કાર્યવાહી કરવામાં આવે છે. જો કોઈ બંને લગ્ન કરવાની ના પાડે તો તેને આજીવન કેદની સજા મળે છે. આ દેશમાં મહિલાઓના કારણે એક અલગ કાયદો બનાવવામાં આવ્યો છે. ઈરીટ્રીયામાં પુરૂષોથી વધારે મહિલાઓની સંખ્યા છે. ઈરીટ્રીયાનું ઈથિયોપિયા સાથે ગૃહયુદ્ઘ ચાલી રહ્યું છે, જેના કારણે મહિલાઓની સંખ્યા વધુ છે. 

(10:16 am IST)