Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

ડ્રગ્સની દાણચોરી કરવા બદલ 3 આસામ રાઇફલ્સના જવાનો સહીત 4 ની ધરપકડ : એક કરોડનો ડ્રગ્સ જપ્ત

ત્રણ જવાનો નાગાલેન્ડના કોહિમામાં તૈનાત : કારમાં જોરહાટથી એક કારમાં તિનસુકિયાજઈ રહ્યા હતા : નાગાલેન્ડના દિમાપુરમાં એક મહિલા પાસેથી ડ્રગ્સ ખરીદ્યુ હતું

ગુવાહાટી : આસામ રાઇફલ્સના ત્રણ જવાન અને અન્ય એકની ડ્રગ્સની દાણચોરી બદલ ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી 1 કરોડ રૂપિયાના ડ્રગ્સ પણ જપ્ત કરવામાં આવ્યા છે. આસામ પોલીસે આ ધરપકડ અપર આસામના ડિબ્રુગઢ નજીક જોકાઈમાંથી કરી છે. સેનાની ગુપ્ત માહિતીના આધારે પકડાયેલા આ ત્રણ જવાનો નાગાલેન્ડના કોહિમામાં તૈનાત છે. પોલીસે કેસ નોંધ્યો છે અને તમામની ધરપકડ કરી છે અને વધુ માહિતી માટે પૂછપરછ કરવામાં આવી રહી છે.

ડિબ્રુગઢના એસપી શ્વેતાંક મિશ્રાએ જણાવ્યું છે કે, પોલીસને ગુરુવારના રોજ માહિતી મળી હતી કે, કેટલાક લોકો ડ્રગના વેપાર માટે જોરહાટથી એક કારમાં તિનસુકિયાજઈ રહ્યા હતા, જે ડ્રગ્સની દાણચોરી સાથે સંબંધિત છે. આવી સ્થિતિમાં તેમને પકડવા માટે પોલીસ ટીમ બનાવવામાં આવી હતી. જ્યારે પોલીસ ટીમે વાહનને અટકાવ્યુંતો તેમાં ચાર લોકો હતા

ડિબ્રુગઢના એસપી શ્વેતાંક મિશ્રાએ જણાવ્યું છે કે, પોલીસને ગુરુવારના રોજ માહિતી મળી હતી કે, કેટલાક લોકો ડ્રગના વેપાર માટે જોરહાટથી એક કારમાં તિનસુકિયાજઈ રહ્યા હતા, જે ડ્રગ્સની દાણચોરી સાથે સંબંધિત છે. આવી સ્થિતિમાં તેમને પકડવા માટે પોલીસ ટીમ બનાવવામાં આવી હતી. જ્યારે પોલીસ ટીમે વાહનને અટકાવ્યુંતો તેમાં ચાર લોકો હતા.

પોલીસ પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, તે ડ્રગ્સના વ્યવસાય માટે મુસાફરી કરી રહ્યો હતો. તેણે કબૂલાત કરી કે, તે બીજા વાહનમાં ડ્રગ્સ આપીને ડેરગાંવ(ગોલાઘાટ જિલ્લામાં) આવ્યો હતો. એક ટીમ રવાના કરવામાં આવી હતી, જેણે શુક્રવારની સવારે વાહન જપ્ત કરતી વખતે ડ્રગ્સ જપ્ત કર્યુ હતું. પોલીસે 269 ગ્રામદવાઓ જપ્ત કરી છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડોની કિંમત છે

ડ્રગ્સ નાગાલેન્ડથી ખરીદાઇ હતી પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટની કલમ 22 (c)/27A/29 હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે જણાવ્યું કે, આ લોકોએ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે, તેઓએ નાગાલેન્ડના વ્યાપારી કેન્દ્ર દિમાપુરમાં એક મહિલા પાસેથી ડ્રગ્સ ખરીદ્યુ હતું. હવે તે તિનસુકિયામાં દવાના વેપારીને પહોંચાડવાની હતી. આસામ પોલીસે તેમનોપ્રયાસ નિષ્ફળ બનાવ્યો અને રસ્તામાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી

(12:00 am IST)