Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

ગાંજાને કાયદેસર બનાવનાર લક્ઝમબર્ગ પ્રથમ યુરોપિયન દેશ બન્યો

લક્ઝમબર્ગ : મનોરંજક દવાઓ પ્રત્યે દેશના અભિગમમાં મૂળભૂત પરિવર્તન લાવવા માટે લક્ઝમબર્ગ, ગાંજો ઉગાડવા અને તેના વપરાશને કાયદેસર બનાવનાર યુરોપનો પ્રથમ દેશ બની ગયો છે.

દેશની સરકારે શુક્રવારે જાહેરાત કરી હતી કે હવેથી, 18 અને તેથી વધુ વયના લોકોને ઘર દીઠ વધુમાં વધુ ચાર ગાંજા ના છોડ ઉગાડી શકશે.

ઘરમાં ગાંજો ઉગાડવા માટે સ્થાનિકોએ તેમની ઘરની સીમા - ઘરની અંદર, બહાર, બાલ્કની, ટેરેસ અથવા બગીચાનો ઉપયોગ કરવો પડશે. જાહેર સ્થળો પર કોઈને મનોરંજન દવા ઉગાડવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

(12:00 am IST)