Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

સંસદના નવા મકાનનું બાંધકામ ડિસેમ્બરમાં શરૂ, ૨૦૨૨ના ઓક્ટોબરમાં પૂરું: દરેક સાંસદ માટે અત્યાધુનિક ઓફિસ

૨૦૨૨ ઓક્ટોબર સુધીમાં સંસદનું નવું ભવન પૂર્ણ થશે;  ડિસેમ્બર ૨૦૨૦માં બાંધકામ શરૂ થશે તેમ લોકસભા સચિવાલએ જાહેરાત કરી છે. સંસદના નવા મકાનમાં કન્સ્ટિટ્યુશન હોલ, સાંસદ લાઉન્જ, લાઇબ્રેરી, કમિટી રૂમ, ડાઇનિંગ એરિયા, પૂરતા પ્રમાણમાં પાર્કિંગની જગ્યા હશે. દરેક સાંસદ માટે નવી સંસદ બિલ્ડિંગમાં આધુનિક લેઇટેસ્ટ ડિજિટલ ઇન્ટરફેસોથી સજ્જ અલગ ઓફીસની વ્યવસ્થા રહેશે. બાંધકામના સમયગાળા દરમિયાન સંસદના હાલના મકાનોમાં સંસદ સત્ર અને અન્ય કાર્યક્રમો ચાલુ રહેશે તેમ લોકસભા સચિવાલએ જાહેર કર્યું છે.

(11:15 pm IST)