Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

સ્ત્રી અને પુરુષ માટે લગ્નની ઉંમર અલગ શા માટે ? : બંને માટે સમાન ઉંમર હોવી જોઈએ : સુપ્રીમ કોર્ટમાં ભાજપ અગ્રણી અશ્વિનીકુમાર ઉપાધ્યાયની પિટિશન

ન્યુદિલ્હી : મહિલાની લગ્નની ન્યુનતમ  ઉમર હાલની તકે 18 વર્ષ છે તે વધારવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કમિટીની રચના કરાઈ છે.જેનો અહેવાલ આવ્યા પછી લગ્ન માટેની ન્યુનતમ ઉંમર કેટલી રાખવી તેનો નિર્ણય કરાશે.
દરમિયાન ભાજપ અગ્રણી અશ્વિનીકુમાર ઉપાધ્યાયે સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરી છે.જેમાં જણાવાયા મુજબ લગ્ન માટે સ્ત્રી અને પુરુષની ઉંમરમાં ભેદભાવ રાખવો જોઈએ નહીં.આ બાબત સ્ત્રી તથા પુરુષ વચ્ચેની અસમાનતા સમાન તથા ભારતીય સંવિધાન વિરુદ્ધની છે.સ્ત્રીની લગ્નની ઉંમર ઓછી રાખવાની પ્રણાલી જૂની છે.જેને કોઈ વૈજ્ઞાનિક આધાર નથી.તેથી આ બાબત ભારતીય સંવિધાન 14 ,15 ,તથા 21 ને ધ્યાનમાં રાખીને નક્કી થાય તેવી અરજ ગુજરી હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:34 pm IST)