Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

મદુરાઈની ફટાકડાની ફેકટરીમાં મોટો વિસ્ફોટ : ત્રણ મહિલા સહીત પાંચ લોકોના મોત :

રસાયણોને ભેળવતી વખતે આ આગ લાગી :શ્રેણીબદ્ધ ધમાકા થયા

તમિલનાડૂના મદુરાઈમાં એક ફટાકડાની ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટમાં ત્રણ મહિલા સહિત લગભગ પાંચ લોકોના મોત થયા છે. પોલીસે આ પ્રકારની જાણકારી આપી છે.

પોલીસે પ્રારંભિક તપાસમાં જણાવ્યુ છે કે રસાયણોને ભેળવતી વખતે આ આગ લાગી ગઈ હતી. જેમાં શ્રેણીબદ્ધ ધમાકા થયા હતા. જેના કારણે ફેક્ટરીની ઈમારતને પણ ભારે નુકસાન થયુ છે. આ દરમિયાન ત્રણ મહિલાઓ પણ આગની લપેટમાં આવી ગઈ હતી. પોલીસે જણાવ્યુ હતું કે, સાત અન્ય કર્મીઓને પણ સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. જ્યાં ફાયરના જવાનો પણ હાજર થઈ ગયા છે. ફાયરની ગાડીઓ પણ ઘટના સ્થળે એકઠી થઈ રહી છે.

દ્રુમક અધ્યક્ષ એમ કે. સ્ટાલિને આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના મોત પર શોક વ્યક્ત કરતા કહ્યુ છે કે, સરકારે દિવાળી પહેલા ફટાકડાની ફેક્ટરીમાં સુરક્ષાની તમામ વ્યવસ્થાઓ નક્કી કરવી જોઈએ. સાથે જ તેમણે મૃતકોના પરિવારના લોકોને યોગ્ય સહાય સાથે વળતર આપવાની પણ માગ કરી છે.

(8:33 pm IST)