Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

ભારતના ઇતિહાસમાં સૌપ્રથમ બનાવ : મુંબઈ પોલીસે રિપબ્લિક ટીવી એડિટોરિયલ ટીમના 1000 કર્મચારીઓ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી : પોલીસ ડિપાર્ટમેન્ટ પ્રત્યે અસંતોષ અને ઉશ્કેરાટ ફેલાવવાનો આરોપ

મુંબઈ :  મુંબઈ પોલીસે રિપબ્લિક ટીવી એડિટોરિયલ ટીમના 1000 કર્મચારીઓ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે.જેમાં ગ્રાફિક્સ ટિમ ,પ્રોમો ટિમ ,પ્રોડ્યુસર તેમજ ન્યુઝ સ્ટાફ સહીત 1000 કર્મચારીઓનો સમાવેશ થાય છે.
એફઆઇઆરમાં જણાવાયા મુજબ રિપબ્લિક ટીવી ઉપર લગાવાયેલા આરોપ મુજબ તમે હંસા રિપોર્ટ કેવી રીતે પ્રસારિત કરી શકો છો ? અમે અમારા સ્ત્રોત જાહેર કરીશું નહીં.તમે પોલીસ ડિપાર્ટમેન્ટ પ્રત્યે અસંતોષ અને ઉશ્કેરાટ ફેલાવવાનો પ્રયત્ન કર્યો છે.
સેક્શન 3 (1) મુજબ એન.એમ.જોશી માર્ગ પોલીસે ફરિયાદ દાખલ કરી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:49 pm IST)