Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

સેન્સેક્સ ૧૨૭ અને નિફ્ટીમાં ૩૩ પોઈન્ટનો નજીવો ઉછાળો

વૈશ્વિક સ્તરે મજબૂત વલણમાં સેન્સેક્સ ઊંચકાયો : મારૂતિ સુઝૂકી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા સ્ટીલ, પાવર ગ્રિડ, બજાજ ઓટો, એનટીપીસીના શેરના ભાવમાં તેજી

મુંબઈ, તા. ૨૩ : વૈશ્વિક સ્તરે મજબૂત વલણ વચ્ચે બીએસઈ સેન્સેક્સમાં શુક્રવારે ૧૨૭ પોઇન્ટની તેજી આવી હતી. ૩૦ શેરોવાળો સેન્સેક્સ એક સમયે ૨૫૨.૬૩ પોઇન્ટ વધ્યો હતો, પરંતુ પાછળથી તે નીચે આવ્યો અને અંતે ૧૨૭.૦૧ પોઇન્ટ અથવા ૦.૩૧ ટકાના વધારા સાથે ૪૦,૬૮૫.૫૦ પોઇન્ટ પર બંધ રહ્યો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ૩૩.૯૦ પોઇન્ટ એટલે કે ૦.૨૮ ટકા વધીને ૧૧,૯૩૦.૩૫ ની સપાટીએ બંધ રહ્યો છે. સેન્સેક્સ શેરોમાં મારુતિ સુઝુકી સૌથી વધુ ઊંચકાયો હતો. તે લગભગ ૪ ટકા વધ્યો. અન્ય મોટા લાભમાં રહેનારા શેરોમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા સ્ટીલ, પાવરગ્રિડ, બજાજ ઓટો અને એનટીપીસી સામેલ છે. બીજી તરફ, નુકશાનમાં રહેનારા શેરોમાં અલ્ટ્રાટેક સિમેન્ટ, એચસીએલ ટેક, એચયુએલ અને બજાજ ફિનસર્વ હતા. વેપારીઓના મતે સ્થાનિક શેરબજારો મુખ્યત્વે વૈશ્વિક સ્તરે મજબૂત વલણને કારણે વધ્યા છે.

વૈશ્વિક સ્તરે, એશિયાના અન્ય બજારોમાં હોંગકોંગ, જાપાન, ટોક્યો અને દક્ષિણ કોરિયા સોલમાં ૦.૫૪ ટકાનો ઉછાળો બંધ થયા હતા. તે જ સમયે, ચીનમાં શાંઘાઇનું બજાર નુકસાનમાં હતું. યુરોપના મુખ્ય બજારોમાં પણ શરૂઆતના વેપારમાં વેગ મળ્યો હતો. આ દરમિયાન આંતરરાષ્ટ્રીય ઓઇલ સ્ટાન્ડર્ડ બ્રેન્ટ ક્રૂડ ૦.૩૮ ટકાના વધારા સાથે  ૪૨.૬૨ ડોલરના સ્તરે કારોબાર કરી રહ્યો છે. વિદેશી વિનિમય બજારમાં ડોલર સામે રૂપિયો ૭ પૈસા તૂટીને ૭૩.૬૧ ની સપાટીએ બંધ રહ્યો છે. સ્થાનિક શેરબજારમાં નોંધપાત્ર વધારા છતાં સ્થાનિક વિદેશી વિનિમય બજારમાં શુક્રવારે રૂપિયો ૭ પૈસા તૂટીને ૭૩.૬૧ ની સપાટીએ બંધ રહ્યો હતો.

ઇન્ટરબેંક વિદેશી વિનિમય બજારમાં ટ્રેડિંગ દરમિયાન રૂપિયો ડોલર દીઠ  ૭૩.૬૨ ના સ્તરે નબળો રહ્યો હતો, પરંતુ મોટાભાગના ટ્રેડિંગ દરમિયાન સતત દબાણ હેઠળ રહ્યો હતો અને ટ્રેડિંગના અંતે ડોલર સામે રૂપિયો વિનિમય દર સાત પૈસા ઘટીને . ૭૩..૬૧ પ્રતિ ડોલર પર બંધ રહ્યો હતો. કારોબાર દરમિયાન રૂપિયો ૭૩.૪૬ની  દિવસની ઊંચી સપાટી અને. ૭૩..૬૭ ની નીચી સપાટીને સ્પર્શ્યો હતો. ગુરુવારે તે ૭૩.૫૪ રૂપિયા પ્રતિ ડોલર પર બંધ રહ્યો હતો.

બજારના સુત્રોના જણાવ્યા અનુસાર સ્થાનિક શેરબજારમાં ઉછાળો અને વિદેશમાં ડોલર નબળા થવાને કારણે રૂપિયાની ગિરાવટ પર થોડુંક નિયંત્રણ રહ્યું હતું. શેરબજારના આંકડા મુજબ ગુરુવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારો મૂડી બજારમાં ચોખ્ખા ખરીદદારો રહ્યા અને રૂ. ૧,૧૧૮.૪૬ કરોડના શેર ખરીદ્યા.

દરમિયાન, છ મુખ્ય મુદ્રાઓની તુલનામાં ઘટ-વધને દર્શાવનારો ડોલર સૂચકાંક  ૦.૨૧ ટકાના ઘટાડા સાથે ૯૨.૭૫ પર રહ્યો હતો. દરમિયાન વૈશ્વિક ઓઇલ સ્ટાન્ડર્ડ બ્રેન્ટ ક્રૂડનું વાયદો ૦.૨૮ ટકા વધીને  ૪૨.૩૪ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયો છે.

(7:30 pm IST)