Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

બપોર સુધીમાં નવા ૨૩ કેસ

અત્યાર સુધીમાં ૩.૧૭ લાખ લોકોના ટેસ્ટીંગમાં કુલ ૮૦૮૩ સંક્રમિત : કુલ ૭૨૩૨ દર્દીઓએ કોરોનાને હરાવતા રિકવરી રેટ ૮૯.૭૨ ટકા થયો

રાજકોટ,તા.૨૩: સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે ઘટતુ જાય છે ત્યારે શહેરમાં  બપોર સુધીમાં ૨૩ કેસ નોંધાયા છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૨૩ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૮૦૮૩  પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૭૨૩૨ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૮૯.૭૨ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ ૩૩૨૩ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૭૧  કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૨.૧૩  ટકા થયો  હતો. જયારે ૯૪ દર્દીઓને સાજા થયા હતા.

 છેલ્લા  સાત મહિનામાં એટલે કે માર્ચ થી આજ દિન સુધીમાં ૩,૧૭,૧૩૯ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૮૦૮૩ સંક્રમીત થતા પોઝિટિવ રેટ૨.૫૪ ટકા થયો છે.

૯ નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન

શહેરમાં ગઇકાલની પરિસ્થિતિએ  અનુપમ સોસાયટી, પંચવટી મેઇન રોડ, શિવાજી પાર્ક- રૈયારોડ, ગ્રીન સીટી- સાધુવાસવાણી રોડ, જય પાર્ક- નાનમવા રોડ, શ્યામ પાર્ક-૨, મવડી, લોહાનગર-ગોંડલ રોડ, સત્યમ કોમ્પલેક્ષ-આજીડેમ ચોકડી, જય જવાન જય કિસાન સોસાયટી- મોરબી રોડ  સહિતના વિસ્તારોમાં ૪૭ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન (એટલે કે કોરોના પોઝિટિવનું મકાન અને તેની આસપાસના બેથી ત્રણ મકાનના વિસ્તારનો ૧ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન) કાર્યરત છે.

૩૫ હજાર ઘરોનો સર્વેઃ માત્ર ૧૧ લોકોને તાવનાં લક્ષણો

શહેરમાં કોરોના કાબુમાં લેવા માટે મ્યુ. કોર્પોરેશન દ્વારા હવે સર્વેલન્સની કામગીરી ઝુંબેશાત્મક રીતે શરૂ કરાઇ છે. જે અંતર્ગત ગઇકાલે કુલ ૩૫,૮૯૦  ઘરોમાં સર્વે દરમિયાન માત્ર ૧૧ વ્યકિતઓ તાવ - શરદી - ઉધરસના લક્ષણો ધરાવતા મળ્યા હતા.  જ્યારે ગાંધીગ્રામ, બંજરગવાડી, રેલનગર, કુંભારવાડા, નંદનવન, જડેશ્વર, વેલનાથ પરા,  સહિતનાં વિસ્તારોમાં ૫૦ ધનવંતરી રથ મારફત ૧૧,૧૫૨ લોકોની પ્રાથમિક આરોગ્ય ચકાસણી થયેલ.

(3:58 pm IST)