Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

સસ્તુ થયું ડ્રાયફ્રુટઃ કાજુ-બદામ-દ્રાક્ષના ભાવ શું છે? ખજુરના ભાવમાં પણ ઘટાડો નોંધાયો

દિવાળી-દશેરાના તહેવારો પહેલા જ

નવી દિલ્હી, તા.૨૩: દશેરા, દિવાળી આવતા જ કાજુ, બદામ અને સુકી દ્રાક્ષ હમેશાં મોંદ્યી થઈ જાય છે, પરંતુ આ વખતે તહેવારની સીઝનમાં ડ્રાય ફ્રૂટ્સ સસ્તા થઈ ગયા છે. કોરોના વાયરસ મહામારીના કારણે ડિમાન્ડમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. જેના કારણે છેલ્લા કેટલાક મહિનાઓથી તેની કિંમતમાં ઘટાડો થયો છે. સમાન્ય રીતે તહેવાર પર ડ્રાય ફ્રૂટ્સની ડિમાન્ડ વધે છે, પરંતુ આ વખતે નવરાત્રી, દશેરા અને દિવાળીના તહેવારમાં પણ ગ્રાહક દુકાનોથી દુર છે.

વર્ષની શરૂઆતમાં જ ઘટયા ભાવ

માર્કેટના ટ્રેડ પર જાણવા મળ્યું છે કે, આ વર્ષે જાન્યુઆરીથી ઓકટબર વચ્ચે ડ્રાય ફ્રૂટ્સની કિંમતોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

જાન્યુઆરીમાં કાજુ ૮૦૦ રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યાં હતા, ત્યારે ઓકટોબરમાં ઘટની ૬૦૦ રૂપિયાની આસપાસ પહોંચી ગયા છે. આ રીતે સુકી દ્રાક્ષની કિંમત પણ ૨૪૦ રૂપિયા પ્રતિ કિલોથી ઘટીને ૨૨૦ રૂપિયા થઈ ગઇ છે.

ખજુર પણ જાન્યુઆરીમાં ૩૦૦ રૂપિયા પ્રતિ કિલોથી દ્યટની ઓકટોબરમાં ૨૮૦ રૂપિયા પર વેચાઈ રહી છે. જોકે, અંજીરની કિંમત વધી છે. હાલ ૭૫૦ રૂપિયાથી વધીને ૮૦૦ રૂપિયા પ્રતિ કિલો પર વેચાઈ રહી છે. અખરોટ જાન્યુઆરીમાં ૮૫૦ રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહી હતી જે ઓકટોબરમાં ઘટીને ૬૦૦ રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહી છે. બદામ પણ જાન્યુઆરીમાં ૬૫૦ રૂપિયે વેચાઈ રહી હતી જે ઓકટોબરમાં ૫૯૦ રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહી છે.

જાન્યુઆરીમાં નાની ઈલાયચીના ભાવ ૫૦૦૦ રૂપિયા પ્રતિ કિલો હતા, જે ઓકટોબરમાં ઘટની ૩૦૦૦ રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે. માનવામાં આવી રહ્યું છે કે, આવનારા સમયમાં કોરોના કારણે વધુ ઘટાડો આવી શકે છે.

(3:58 pm IST)