Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

સામે આવી રહ્યા છે વિચિત્ર કેસ

લક્ષણ કોરોનાના પણ રિપોર્ટ નેગેટીવ

વિચિત્ર કેસ આવતા ડોકટરો ગોટે ચડયા

મુંબઈ, તા.૨૩: સર્દી, ઉધરસ, તાવ, માથાનો દુખાવો સહિતના લક્ષણો કોરોનાના છે, પરંતુ દેશમાં એવા વિચિત્ર કેસો સામે આવી રહ્યા છે જેમાં વ્યકિતને લક્ષણો તો બધા કોરોનાના છે પરંતુ રિપોર્ટ કયારેય પોઝિટિવ આવ્યો નથી. નવી મુંબઈના એક હોસ્પિટલમાં એક વૃદ્ઘ વ્યકિતને શ્વાસમાં લેવામાં તકલીફ પડતા હોસ્પિટલ પહોંચ્યા. ૬૦ વર્ષના આ વ્યકિતનો કોરોનાનો રિપોર્ટ કયારેય પોઝિટિવ આવ્યો નથી, પરંતુ તેમના તમામ લક્ષણો કોવિડ-૧૯ના હતા. હાઈ રિઝોલ્યુશેન સિટી સ્કેનમાં તેમના શરીરમાં ઈમ્યુન સિસ્ટમમાં કોરોનાથી લડવાના નિશાન અને ફેફસાંમાં પણ સંકેત મળ્યા.

અન્ય પરીક્ષણો કરીને ડોકટરોએ દરેક અન્ય શકયતાને નકારી દીધી હતી. દર્દીએ કહ્યું કે ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં તે વારાણસી સહિત અન્ય ધાર્મિક શહેરોમાં ગયા અને થોડા દિવસ હળવો તાવ આવ્યો. તેમની હિસ્ટ્રી અને કન્ડીશનના આધારે ડાઙ્ખકટરોએ નિષ્કર્ષ કાઢ્યો કે વૃદ્ઘ વ્યકિતને કોરોના થઈ ચૂકયો હતો. તેમને સ્ટેરોઇડ્સ અને ઇન્હેલર આપવામાં આવ્યા હતા.

જૂનમાં સામે આવેલો આ પહેલો કેસ હતો, પરંતુ હવે આવા વધુ કિસ્સા સામે આવી રહ્યા છે. આવા લોકો કોવિડ -૧૯ પછી લક્ષણો સાથે હોસ્પિટલમાં આવી રહ્યા છે જે પહેલાં કયારેય પોઝિટિવ મળ્યા નહોતા. તેમને તાવ અને ઉધરસ થઈ અને બાદમાં બે-ત્રણ દિવસમાં રીકવર પણ થઈ ગયા. આ લક્ષણો ફરી સામે આવતા આ દર્દીઓનો આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો હતો જયાં તેઓ નેગેટિવ હોવાનું જણાયું હતું. જોકે, એન્ટિબોડી ટેસ્ટ કર્યા બાદ કોવિડ મળી આવ્યો હતો. નવી મુંબઈની એપોલો હોસ્પિટલમાં કન્સલટન્ટ પલ્મોનોલોજિસ્ટ ડો. જયલક્ષ્મી ટીકેએ જણાવ્યું હતું કે, તેમની સમક્ષ આવા ૩૦ કેસ આવ્યા જેમાં લોકોને શ્વાસ અને ફેફસાંની તકલીફ હતી. આવા લોકોને ૨-૩ મહિના પહેલા તાવ આવી ચૂકયો છે.

(3:56 pm IST)