Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

વર્ક ફ્રોમ હોમઃ સાયબર હુમલાનો ખતરો ૨૫ ટકા વધ્યો

સિસ્કોના સ્ટડી 'ફયુચર ઓફ સિકયોર રિમોટ વર્ક રિપોર્ટ'માં ખુલાસો : સાયબર સિકયોરીટી અને તેની સેવાઓની વધતી માંગ

બેંગલુરૃઃ વર્ક ફ્રોમ હોમથી કંપનીઓ માટે સાયબર અટેકનો ખતરો વધી ગયો છે. ૭૩ ટકા ભારતીય કંપનીઓએ માન્યુ કે કોરોનાને કારણે શરૂઆતથી સાયબર અટેક કે એલર્ટનો ખતરો ૨૫ ટકા વધ્યો છે. સાયબર સિકયોરીટી ટુલની માંગ વધી છે. ૬૫ ટકાએ સીકયોરીટી વધારી છે. ૮૪ ટકા માટે સાયબર સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમીકતા છે.

સિસ્કોના હાલના સ્ટડી 'ફયુચર ઓફ સિકયોર રિમોટ વર્ક રિપોર્ટ'માં આ તથ્ય સામે આવ્યા છે. ભારત સહીત એશીયા.. પ્રશાંત ક્ષેત્રના ૧૩ બજારોના ૧૯૦૦થી વધુ લોકો () સર્વેક્ષણમાં સામેલ છે. ૬૬ ટકા કંપનીઓને ડેટાની ગોપનીયતા અને ૬૨ ટકાને મેલવેર વિરૂધ્ધ સુરક્ષાની ચિંતા છે.અધ્યયનમાં એ પણ જાણવા મળ્યુ છે કે મોટા ભાગની ભારતીય કંપનીઓ કર્મચારીઓને ઓફીસથી અન્ય જગ્યાએ કામ કરવા દેવા રાજી ન હતી. પણ કોરોનાને કારણે વર્ક ફ્રોમ હોમ કરવું પડયું. હવે તેઓ મજબુત સાયબર સુરક્ષાનો પાયો નાખી રહ્યા છે. ૩૧ ટકા માટે કલાઉડ સુરક્ષા ટોચના રોકાણરૂપે ઉભરી રહી છે.

રીપોર્ટ મુજબ ઘરથી ઓફીસના ડેસ્કટોપ કે લેપટોપથી નેટવર્ક ઉપર જોડાવું ૬૬ ટકા અથવા ખાનગી ઉપકરણો સાથે જોડાવા ૫૮ ટકા મામલાઓમાં સુરક્ષાને લઇને સમસ્યા આવી છે. ૬૬ ટકા કંપનીઓએ માન્યુ કે મોટી સંખ્યામાં ટુલ અથવા સોલ્યુશન હોવાથી પણ સુરક્ષાનો પડકાર આવી રહ્યો છે.

(3:12 pm IST)