Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

સગી જનેતાએ જુવાનજોધ દિકરા ઉપર કુહાડીખા ખચાખચ ઘા ઝીંકયા

સવારે પતિને જગાડી કહ્યુ કે મેં બલી ચડાવવાનું કામ પુરૂ કર્યુ છે : મધ્યપ્રદેશનો બનાવ

પન્ના તા. ૨૩ : મધ્યપ્રદેશના પન્નાના કોહની ગામમાં એક જનેતાએ અડધી રાત્રે પોતાના ૨૪ વર્ષિય જુવાનજોધ પુત્ર ઉપર કુહાડીના ખચાખચ ઘા મારી હત્યા કરી નાખ્યાના બનાવે ભારે અરેરાટી સર્જી છે.

સવારે ૪ વાગ્યે પોતેજ પતિને જગાડી જણાવ્યુ કે મે બલી ચઢાવી દીધી. ગભરાયેલા પતિએ આસપાસના લોકોને બોલાવ્યા અને દીકરાના ઓરડામાં જઇને જોયુ તો લોહીથી લથપથ લાશ પડી હતી.

પોલીસે તુરંત જ આરોપીને પકડી લઇ આગળની કાર્યવાહી કરેલ. એસ.પી. મયંક અવસ્થીએ જણાવેલ કે બહોરી લોધીની પત્ની સુનિયાબાઇ લોધી (ઉ.વ.૫૦) એ બુધવારે રાત્રે બધા સુઇ ગયા બાદ મોટા પુત્ર દ્વારકાપ્રસાદના ઓરડામાં જઇ કુહાડીથી હુમલો કરી હત્યા કરી નાખી હતી. અંધશ્રધ્ધાના કારણે આ હત્યા થઇ હતી. આ મહીલા દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી  જાદુ ટોણાથી કઇક ઉપચાર કરાવવામાં આવી રહ્યો હતો. જેના ભાગરૂપે આ હત્યા થઇ હતી.

(3:12 pm IST)