Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

વિપક્ષ ફરી ૩૭૦ લગાવા માંગે છે, પણ દેશ નિર્ણય પરથી નહિ હટે

બિહારમાં પીએમ મોદીનો ધુંવાધાર ચુંટણી પ્રચારનો પ્રારંભઃ સાસારામમાં રેલી સંબોધી

પટણા, તા.૨૩: બિહારમાં ચૂંટણી જંગમાં આજથી પ્રચાર અભિયાન શરુ થયું છે. જેમાં આજે પીએમ મોદી ત્રણ રેલીઓને સંબોધિત કરી રહ્યા છે. રેલી પહેલા લોક જનશકિત પાર્ટી(એલજેપી) ના અધ્યક્ષ ચિરાગ પાસવાને પીએમ મોદીનું બિહારમાં સ્વાગત કર્યું છે. આ સાથે ચિરાગે મુખ્યમંત્રી નીતિશ કુમાર પર કટાક્ષ કર્યો છે.

પીએમ મોદીએ બિહારના સાસારામથી ચૂંટણી પ્રચારની શરુઆત કરી છે. તેમને પહેલી રેલી સંબોધિત કરી છે. પીએમએ પ્રથમ રેલી સંબોધિત કરતા પોતાનું ભાષણ ભોજપુરીમાં શરુ કર્યું છે. પીએમએ રામવિલાસ પાસવાન અને રઘુવંશ પ્રસાદ સિંહને શ્રદ્ઘાંજલી આપી.

પીએમ મોદીએ કહ્યું કે અમારી સરકાર જમ્મુ કાશ્મીરમાંથી ૩૭૦ હટાવવાનો નિર્ણય કર્યો, પણ હવે આ લોકો તેને ઉલ્ટાવવા માંગે છે. વિપક્ષ કહી રહ્યું છે કે સત્તામાં આવવા પર તેઓ ફરી ૩૭૦ લાગુ કરશે. પીએમએ કહ્યું કે આ લોકો કોઈની પણ મદદ લઈ લે પણ દેશ પોતાના નિર્ણયથી પાછો નહીં હટે.

પીએમે કહ્યું કે જો બિહારમાં ઝડપથી કામ ન થયું હોત તો અનેક લોકોના જીવ જઈ શકતા હતા. અમીરથી અમીર દેશ નથી બચી શકયા. બિહારના લોકો કયારેય કન્ફ્યૂઝ નથી હોતા. ફરી એકવાર એનડીએ સરકાર બનવા જઈ રહી છે.

પીએમએ કહ્યું કે કેટલાક લોકો ભ્રમ ફેલાવી રહ્યા છે અચાનક નવી શકિતને વધારે છે પણ કોઈ અસર થતી નથી. બિહારના મતદાતા ભ્રમ ફેલાવનારાને નિષ્ફળ બનાવી રહ્યા છે. જેમનો ઈતિહાસ બિહારને બિમારુ બનાવવાનો છે તેમને આસપાસ નહીં ભટકવા દઈએ. બિહારના સપૂત ગલવાનમાં અને પુલવામામાં શહિદ થયા પણ ભારત માતાનું શિશ જૂકવા નથી દીધુ. બિહારે ૩ ગઈ વીજળી ઉત્પાદન કર્યું. આજે એવો માહોલ છે જયાં બિહારમાં લોકો શાંતિથી રહી શકે છે. પહેલા બિહાર સરકારની સામે હત્યા અને ઘાડ પડતી હતી.

પીએમએ કહ્યું લોકો સરકારી નોંકરીમાં લાંચ લેતા હતા. લોકો બિચારને લાલચની નજરે જોતા હતા. ત્યારે બિહારના યુવાનોને જોવાનું છે કે રાજયને આ સંકટમાં નાંખનારા કોણ હતા. પહેલા રાશન લુંટી લેવામાં આવતું હતું. અત્યારે અમારી સરકાર ગરીબોને મફત રાશન આપી રહી છે. દેશ આગળ વધી રહ્યો છે. લોકો વિકાસમાં રોડા નાંખી રહ્યા છે. જયારે ખેડૂતોના હકમાં નિર્ણય લેવાયો તો લોકો વચેટિયાઓને બચાવવામાં લાગ્યા છે. આમના માટે દેશ હિત નહીં દલાલોનું હિત અગત્યનું છે.

સાસારામની રેલીને સૌથી પહેલા નીતિશે સંબોધિત કરી કહ્યું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની આગેવાનીમાં દેશ કોરોનાની સામે લડી રહ્યો છે. બિહારમાં કેન્દ્ર દ્વારા જારી કરવામાં આવેલી તમામ ગાઈડલાઈનનું પાલન કરવામાં આવ્યું છે. કેન્દ્રના સહયોગથી બીજા રાજયોમાંફસાયેલા લોકોને બિહાર વાપસી કરાવી છે. કેન્દ્ર તરફતી રાશન, સિલેન્ડર, શૌચાલયની સુવિધાઓ આપવામાં આવી છે. નીતિશ કુમારે કહ્યું કે બિહાર સરકારે કોરોના દરમિયાન ૧૦ હજાર કરોડથી વદ્યારે ખર્ચ કર્યો. બહારથી આવેલા લોકોને આર્થિક મદદ કરી છે.

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી પણ આજથી બિહાર ચૂંટણીમાં પોતાની પહેલી રેલી સંબોધિત કરી રહ્યા છે. આ પહેલા તેમણે ટ્વીટમાં લખ્યું કે, તમારા દાવામાં બિહારનું વાતાવરણ ગુલાબી છે, પણ આ આંકડા જૂઠા છે અને દાવા પુસ્તકીયા છે. કોરોના હોય કે બેરોજગારી, જૂઠા આંકડાથી આખો દેશ હેરાન છે. આજે બિહારમાં તમારી વચ્ચે છું. આ જુઠ અને કુશાસને પાછળ છોડી દો.

નોંધનીય છે કે પીએમ મોદી બિહારમાં કુલ ૧૨ રેલીઓ કરશે. શુક્રવારે ૩ રેલી અને પછી ૨૮ ઓકટોબરે દરભંગા, મુઝફ્ફરપુર અને પટનામાં રેલી કરશે. પીએમ ૧ નવેમ્બરે છપરા, પૂર્વી ચંપારણ અને સમસ્તીપુર અને ૩ નવેમ્બરે પશ્યિમી ચંપારણ, સહરસ અને ફારબિસગંજમાં રેલી કરશે. પીએમ મોદીની રેલીઓમાં મુખ્યમંત્રી નીતીશ કુમાર પણ સ્ટેજ પર હાજર રહેશે. પીએમ મોદીની ૪ દિવસની બીજી રેલીમાં જેડીયુના કેટલાક મોટા નેતા પોતે જ હાજર રહેશે. જેડીયુના લલન સિંહ ૨૩ ઓકટોબરે યોજાનારી પીએમ મોદીની બીજી રેલીમાં હાજર રહેશે.

(3:08 pm IST)