Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

લાલ ટેનકા જમાના ગઇલ

પીએમ મોદીએ ગયામાં આરજેડી પર કર્યા પ્રહારો

પટણા, તા.૨૩: બિહાર વિધાનસભા ચૂંટણીની પહેલી રેલીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રાષ્ટ્રીય જનતા દળ પર જોરદાર પ્રહારો કર્યા છે. રેલીની શરૂઆતમાં પીએમ મોદીએ તેજસ્વી યાદવ  નું નામ લીધા વગર કહ્યું કે મોટાભાગે ચૂંટણીમાં કેટલાંક નામને મોટા દેખાડીને ભ્રમ ફેલાવાની કોશિષ થાય છે પરંતુ બિહારની પ્રજા તેમના ભ્રમમાં આવવાની નથી. પીએમ મોદીએ કહ્યું કે લાલટેનનો જમાનો વીતી ચૂકયો છે. આવો પીએમ મોદીના પ્રહારો પર કરીએ એક નજર.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પોતાના ભાષણમાં આરજેડી પર પહેલાં જ આક્રમણ કરતા બિહારી ભાષામાં જ બોલ્યા કે લાલટેન કા જમાના ગઇલ એટલે કે લાલટેનનો જમાનો ગયો.. છેલ્લાં ૬ વર્ષમાં વીજળીનો વપરાશ ત્રણ ગણો વધી ગયો છે. અંધકારમાંથી પ્રકાશની તરફ વધવું તેને જ કહે છે.

બિહારના લોકો ભૂલી શકતા નથી કે એ દિવસો જયારે સૂર્ય ઢળવાનો મતલબ થતો હતો બધું જ બંધ થઇ જવું. ઠપ પડી જવું. આજે વીજળી છે, રોડ છે, લાઇટો છે અને સૌથી મોટી વાત એ માહોલ છે જેમાં રાજયના સામાન્ય નાગરિક ડર્યા વગર જીવી શકે છે.

એ દિવસ જયારે સરકાર ચલાવનારાઓની નજરમાં ધોળા દિવસે લૂંટફાટ, હત્યાઓ, વસૂલી થતી હતી. એ દિવસ જયારે ઘરની દીકરીઓ બહાર નીકળી જાય તો જયાં સુધી તેઓ પાછા ફરતા નહીં ત્યાં સુધી માતા પિતાના શ્વાસ અદ્ઘર રહેતા હતા.

જે લોકોએ એક સરકારી નોકરીને એક-એક સરકારી નોકરીને લાખો કરોડો રૂપિયા કમાણીનું સાધન મનાય, જે લોકો એ સરકારી નિમણૂકો માટે બિહારના નવજવાનોને લાખોની લાંચ આપવી પડતી. આજે બિહારમાં પેઢી ભલે બદલાય ગઇ હોય પરંતુ બિહારના નવજવાનોને આટલી મુશ્કેલીમાં મૂકનારા કોણ હતા.

જયાં એક સમયે રાશનની દુકાનમાં જ રાશન લૂંટી લેવાતું હતું, ત્યાં કોરોના કાળમાં ગરીબોને મફત રાશન ઘરે પહોંચ્યું. ગરીબ ભૂખ્યો ના સૂવે, તહેવાર વ્યવસ્થિત ઉજવી શકે, દિવાળી અને છઠ પૂજા વ્યવસ્થિત મનાવી શકે આથી મફત અનાજની વ્યવસ્થા કરાઇ.

(3:07 pm IST)