Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

પગાર કાપ ધીમે ધીમે પાછો ખેંચાઇ રહ્યો છે

મોટી મોટી કંપનીઓની સ્થિતી સુધરવા લાગીઃ જો કે ઇન્ક્રીમેન્ટસ કોવિદ પહેલાની સ્થિતીએ પહોંચશે ૨૦૨૨માં

નવી દિલ્હી,તા. ૨૩: લગભગ સાત મહિના સુધી મહામારીના કારણે પગાર કાપ ભોગવ્યા પછી હવે એક ઓનલાઇન રેડીયો પ્લેટફોર્મની સીનીયર એકઝીકયુટીવ પ્રિયંકા સીંધ (નામ બદલ્યુ છે) આ મહીને બરાબર દિવાળી પહેલા પોતાનો પુરેપુરો પગાર મેળવશે. તેણે કહ્યું કે પગાર પાછો મુળ લેવલે પહોંચવાના કેટલાક કારણો છે. અમને આશા છે હવે તે સ્થિતી જળવાયેલી રહેશે.

છેલ્લા ત્રણ સપ્તાહમાં ટેકનોલોજીની કેટલીક મોટી કંપનીઓ ટીસીએસ, ઇન્ફોસીસ, વીપ્રો, એચસીએલ અને મીન્ડસટ્રીએ ઇન્ક્રીમેન્ટ અને બોનસની જાહેરાત કરી છે. હવે કેટલીક ઉત્પાદક અને સેવાકીય કંપનીઓ પણ એપ્રિલ-મે મહીનાથી મુકાયેલ પગાર કાપ પાછો ખેંચવા વિચારી રહી છે. આ કંપનીઓ માંથી કેટલીક કંપનીઓએ તેમના સીનીયર એકઝીકયુટીવોના પગારમાં ૫૦ ટકા સુધીનો અને નીચેના સ્તરે ૫ થી ૨૦ ટકાનો કાપ મુકયો હતો.

એચઆરના નિષ્ણાંતોનો અંદાજ છે કે લગભગ ૭૦ ટકા કંપનીઓ જે ઉત્પાદન અને સેવાક્ષેત્રમાં છે. જેામં ઓટો પોર્ટસ એજ્યુ ટેક અને કન્સ્ટ્રકશન ઇકવીપમેન્ટ પણ સામેલ છે. તેઓ આગામી બે મહીનામાં અથવા દિવાળી સુધીમાં પગાર કાપ પાછો ખેંચી લેશે. કામગીરીના આધારે આપવામાં આવતુ ઇન્કીમેન્ટ આપવાનું તો હવે ચાલુ પણ થઇ ગયું છે.

(12:55 pm IST)