Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

નાનકડી ચૂક પણ ભારે પડી શકે છે

કોરોનાથી સાજા થયા બાદ જો ત્રણ બાબતો તરફ કાળજી નહિ રાખો તો ફરી સંક્રમણ થશે

નવી દિલ્હી,તા.૨૩ : ભારત અને વિશ્વમાં કોરોના વાયરસના દર્દીઓ ફરીથી સંક્રમિત થયાના કિસ્સા સામે આવ્યા છે. ત્યારે વેકિસનના આવે ત્યાં સુધી તો જાતે તકેદારી રાખવા સિવાય કોઈ વિકલ્પ નથી. કોરોના વાયરસના દર્દીઓના શરીરમાં રિકવરી પછી એન્ટીબોડી વિકસે છે પરંતુ તે કયાં સુધી શરીરમાં રહે છે તેની ચોક્કસ માહિતી નથી. એવામાં પોતાની તકેદારી રાખવામાં નાનકડી ચૂક પણ ભારે પડી શકે છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ પણ લોકોને સાવધાની રાખવાની અને રિકવરીને હળવાશમાં ન લેવાની સલાહ આપી છે.

 કોવિડ-૧૯દ્મક ફરીવાર સંક્રમિત થવાના કિલનિકલ પુરાવા મર્યાદિત છે તેમ છતાં વૈજ્ઞાનિકોનું માનવું છે કે, ફરી સંક્રમિત થવાના વિવિધ અર્થ છે અને આ શા માટે થાય છે તે સમજવામાં મદદ કરે છે. જયારે કોઈ વ્યકિત કોરોનામાંથી સાજો થાય છે ત્યારે શરીરમાં વાયરલ લોડ નષ્ટ થઈ જાય છે. પરંતુ કેટલાક કિસ્સામાં દર્દીના શરીરમાં ખૂબ નિમ્ન સ્તરે વાયરલ રહે છે અને ફરીથી તેમનામાં લક્ષણો દેખાય છે અને સંક્રમિત કરે છે. જો કે, આ ફરી સંક્રમિત થવાનું સંભવિત કારણ છે.

  બીજું સંભવિત કારણ છે કે, શરીરમાં એન્ટીબોડી વિકસે તો પણ તેઓ કાયમી ઈમ્યૂનિટી બનાવતા નથી. સ્ટડી પ્રમાણે, કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં એન્ટીબોડી ૩-૯ અઠવાડિયાના સમયગાળામાં ઓછા થવા માંડે છે. ICMRના મતે, ૧૦૦ દિવસ બાદ શરીરમાં એન્ટીબોડી કાઉન્ટ દ્યટવા માંડે છે. જો કે, જરૂરી નથી કે કોરોનાથી સાજા થયેલા તમામ દર્દીમાં એક સરખા પ્રમાણમાં એન્ટીબોડી બને. ઈન્ફેકશન જેટલું માઈલ્ડ હોય એન્ટીબોડીનો રિસપોન્સ પણ તેટલો ઓછો હોઈ શકે છે. માટે જ કોરોનાથી સાજા થયા પછી પણ પૂરતી તકેદારી રાખવી જરૂરી છે. અહીં ત્રણ પરિબળો જણાવીશું જેના કારણે ફરીથી કોરોનાથી સંક્રમિત થવાનું જોખમ રહેલું છે.

 તમે એકવાર કોરોનાનો શિકાર બની ગયા છો તેનો અર્થ એ નથી તમને માસ્ક વિના બહાર મુકતપણે ફરવાનું લાઈસન્સ મળી ગયું છે. લાંબા સમય સુધી માસ્ક પહેરી રાખવાથી મૂંઝારો થતો હોય તેવું લાગે છે પરંતુ તે રેસ્પિરેટરી ડ્રોપ્સ દ્વારા ફેલાતા વાયરસ અને સૂક્ષ્મ જીવાણુઓ સામે રક્ષણ આપે છે. માસ્ક પહેરવાથી માત્ર કોરોના વાયરસ સામે જ નહીં શિયાળાના મહિનાઓમાં થતાં શ્વાચ્છોશ્વાસના ઈન્ફેકશનથી પણ રક્ષણ આપે છે. આ જ પ્રકારે સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના પ્રોટોકોલનું પહેલાની જેમ જ પાલન કરવું. કોવિડ-૧૯નો રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી પણ ૧૦ દિવસ સુધી દ્યરની બહાર ના નીકળો. હોમ આઈસોલેશન પૂરું થાય પછી પણ થોડો સમય રાહ જુઓ અને પછી જ બીજા લોકો સાથે હળવામળવાનું રાખો.

 કોરોના સામે લડ્યા બાદ મોટાભાગના લોકોના શરીરમાં એન્ટીબોડી વિકસે છે પરંતુ માત્ર તેના પર જ નિર્ભર રહેવાથી સુરક્ષિત નહીં રહી શકાય. તમારી રોગપ્રતિકારક શકિત વધારવા પર કામ કરવું, સંતુલિત આહાર લેવો અને સ્ટેમિના વધારવા પર કામ કરવું જરૂરી છે. જો તમને કોઈ દવા પ્રિસ્ક્રાઈબ કરી હોય તો તે પણ લેવાની ચાલુ રાખવી. આ બધું કરવાથી કોવિડ-૧૯દ્મક સાજા થયા પછી જોવા મળતાં કેટલાક લક્ષણો સામે લડવામાં મદદ મળશે સાથે જ વિટામિન્સ અને સપ્લિમેન્ટ્સ શરીરના અવયવોને સારી રીતે કાર્યરત રાખવામાં ઉપયોગી બનશે. કેટલીકવાર કોરોનાની સારવાર બે મહિના સુધી ચાલુ રહી શકે છે એવામાં તમે તેને બરાબર પાળો તે જરૂરી છે.

 યાદ રાખો કે, કોરોના કઠિન બીમારી છે અને સાજા થઈને નોર્મલ લાઈફમાં પરત ફરવામાં સમય લાગી શકે છે. કોરોનાના દર્દીને સાજા થયા બાદ પહેલાની જેમ બધું કામ કરવાની ઉતાવળ હોય તે સ્વાભાવિક છે પરંતુ આ ભાગદોડમાં રિકવરીને હળવાશમાં ના લેવી. તમને આરામ લાગતો હોય અને રિકવરી પછીના કોરોનાના લક્ષણ ના દેખાતા હોય તો પણ સતર્ક રહેવું હિતાવહ છે. સાજા થયા પછી તરત જ શરીરને વધુ પડતો શ્રમ આપવાથી રોગપ્રતિકારક શકિત નબળી પડી શકે છે. તમારા શરીરને રિકવર થવાનો પૂરતો સમય આપો નહીં તો ફરીથી સંક્રમિત થવાનું જોખમ વધી શકે છે.

(12:54 pm IST)