Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

મુંબઈના સીટી સેન્ટર મોલમાં ૧૦ કલાક બાદ પણ આગ કાબૂમાં નહીં, ૨ ફાયરકર્મીઓ થયા ઘાયલ

પોલીસ અને ફાયર ટીમે મોલમાંથી ૩૦૦ લોકોનું રેસ્કયુ કર્યું છે

મુંબઇ,તા.૨૩ : મુંબઇના નાગપાડાના સીટી સેન્ટરના મોલમાં લાગેલી આગ પર ૧૦ કલાક બાદ પણ કાબૂ મેળવી શકાયો નથી. આગ ઓલવવાની કામગીરીમાં ફાયર ટીમના ૨ જવાન દ્યાયલ થયા છે. ૨૦દ્મક વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ દ્યટના સ્થળે હાજર છે. મોડી રાત્રે દુકાનમાં લાગેલી આગે સેન્ટર મોલને ઝપેટમાં લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ અને ફાયર ટીમે મોલમાંથી ૩૦૦ લોકોનું રેસ્કયુ કર્યું છે. મુંબઈ ફાયર બ્રિગેડે આગને લેવલ ફોરની આગ ગણાવી છે.

 મળતી માહિતી અનુસાર જે સમયે મોલમાં આગ લાગી ત્યારે ત્યાં ૨૦૦દ્મક ૩૦૦ લોકો હાજર હતા. મુંબઈ પોલીસ અને ફાયરબ્રિગેડના કર્મચારીઓએ સુરક્ષિત તેમને બહાર કાઢ્યા છે. આગ ધીરે ધીરે મોલમાં ફેરવાઈ ગઈ અને આખો વિસ્તાર કાળા ધુમાડાના ગોટાથી ઢંકાઈ ગયો છે. મુંબઇના નાગપાડાના સીટી સેન્ટરના મોલમાં લાગેલી આગ પર ૧૦ કલાક બાદ પણ કાબૂ મેળવી શકાયો નથી. આગ ઓલવવાની કામગીરીમાં ફાયર ટીમના ૨ જવાન ઘાયલ થયા છે. ૨૦દ્મક વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ દ્યટના સ્થળે હાજર છે.   મોડી રાત્રે દુકાનમાં લાગેલી આગે સેન્ટર મોલને ઝપેટમાં લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ અને ફાયર ટીમે મોલમાંથી ૩૦૦ લોકોનું  રેસ્કયુ કર્યું છે. મુંબઈ ફાયર બ્રિગેડે આગને લેવલ ફોરની આગ ગણાવી છે.

 આગ બુઝાવવાની કોશિશમા લાગેલા ફાયરકર્મીઓમાં શમરાન જલાન બંજારા અને રમેશ પ્રભાકર દ્યાયલ થયા છે. બંનેની સારવાર જેજે હોસ્પિટલમાં ચાલી રહી છે. બંનેની સ્થિતિ સ્થિર છે. સીટી મોલની પાછળની બિલ્ડિંગ ઓર્ચિડ ટાવરથી પણ ૩૫૦૦ લોકોને ખસેડી લેવામાં આવ્યા છે.

(12:52 pm IST)