Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

શું યુધ્ધની તૈયારી કરી રહ્યુ છે પાકિસ્તાન

શ્રીનગરથી ૨૨૨ કિમી દુર તૈનાત કર્યો નવા અવાકસ

ઇસ્લામબાદ,તા.૨૩ : પાકિસ્તાન અને તેની સેના પોતાની નાપાક હરકતોથી ઉપર આવતી નથી. સમાચારો પ્રમાણે પાકિસ્તાન સેના દેશમાં ગંભીર થઈ રહેલી પરિસ્થિતિઓથી લોકોનું ધ્યાન ભટાકાવવા માટે સીમાં ઉપર નાપાક હરકતની યોજના બનાવી રહ્યું છે.

 પાકિસ્તાને મિન્હાસ એરફોર્સ બેઝ ઉપર અવાકસની નવા કાફલાની તૈનાતી કરી છે. મિન્હાસ એરફોર્સ બેઝ ભારતના શ્રીનગરથી ૨૨૨ કિલોમીટર દુર આવેલું છે. અહીંયાથી ઉડ્યા બાદ પાકિસ્તાની લડાકુ વિમાન પાંચ મીનીટમાં ભારતીય વાયુસીમામાં પ્રવેશ કરી શકે છે. તેવામાં પાકિસ્તાનની ચાલ કાશ્મીર અને લદ્દાખમાં ભારતના ઓપરેશનલ ફ્લાઈટો ઉપર નજરા રાખવાની હોઈ શકે છે. જણાવી દઈએ કે, પાકિસ્તાને તાજેતરમાં સ્વીડનના સાબ એરોસ્પેસ પાસેથી અવાકસ સિસ્ટમ ખરીદી છે.

જો કે, @detresfa_ નામના ટ્વિટર હેંડલ ઉપર એક ફોટો પોસ્ટ કરવામાં આવ્યો છે. જે પાકિસ્તાનના એરફોર્સ બેઝ મિન્હાસનો છે. આ ફોટામાં Saab 2000 ERIEYE AEW & C લખેલું છે. આ ઘણી સીક્રેટ ડીલ હતી. તેની ભનક કોઈને ન હતી અને સાબે પણ તેને સાર્વજનિક કરી ન હતી. સાબે માત્ર એટલું જ જણાવ્યું હતું કે, એક અઘોષિત કલાઈન્ટ માટે ઓર્ડર છે.

 અવાકસ કે એરબોર્ન અર્લી વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ એરક્રાફ્ટ આધુનિક યુદ્ઘશૈલીનો મોટો ભાગ છે. જયાં સુધી ગ્રાઉન્ડ બેસ્ડ રડાર હૂમલાખોર ફાઈટર પ્લેન, ક્રુઝ મિસાઈલ અને ડ્રોનને શોધી છે તે પહેલા જ આ તેને શોધી લે છે. તે સિવાય દુશ્મન અને દોસ્ત ફાઈટર પ્લેન્સ વચ્ચે સરળતાથી અંતર કરી શકે છે. તેની મદદથી દુશ્મનની દરેક હરકત ઉપર નજર રાખી શકાય છે.

(12:52 pm IST)