Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

ગ્વાલિયર ધારાસભા પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર પ્રદ્યુમ્ન સિંહ તોમરે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા : મધ્ય પ્રદેશ હાઇકોર્ટે માત્ર વર્ચ્યુઅલ પ્રચાર કરી શકવાનો આપેલો આદેશ ચૂંટણી પંચના નિયમના ભંગ સમાન

ગ્વાલિયર : મધ્ય પ્રદેશ ધારાસભાની ગ્વાલિયર બેઠકના  પેટા ચૂંટણીના  ભાજપના ઉમેદવાર પ્રદ્યુમ્ન સિંહ તોમરે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે.તથા મધ્ય પ્રદેશ હાઇકોર્ટના આદેશ વિરુદ્ધ સ્ટેની માંગણી કરી છે.
તોમરે જણાવ્યા મુજબ રાજ્યની હાઇકોર્ટે તેઓને માત્ર વર્ચ્યુઅલ પ્રચાર કરવા અને મતદારોનો રૂબરૂ કે મર્યાદિત સંખ્યામાં સામુહિક સંપર્ક  કરવાની મનાઈ ફરમાવી છે.જે ચૂંટણી પંચના નિયમનો ભંગ છે.આથી નામદાર હાઇકોર્ટના આદેશ સામે તેઓએ સુપ્રીમ કોર્ટમાં સ્ટે ની માંગણી કરી હોવાનું બી એન્ડ બી દ્વારા જાણવા મળે છે.

(12:33 pm IST)