Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

૨૪ કલાકમાં ૫૪૩૬૬ કેસ : ૬૯૦ના મોત : કુલ કેસ ૭૭,૬૧,૩૧૨ : ૬૯,૪૮,૪૯૭ રીકવર : મત્યુ ૧,૧૭૩૦૬

કુલ ટેસ્ટીંગ ૧૦,૦૧,૧૩,૦૮૫ : ૨૪ કલાકમાં ૧૪,૪૨,૭૨૨ ટેસ્ટ

નવી દિલ્હી,તા.૨૩ :  દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યા હવે ૭૮ લાખની નજીક પહોંચી ગઈ છે. જયારે મૃત્યુઆંક ૧.૧૭ લાખને પાર કરી ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૫૪,૩૬૬ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૬૯૦ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૭૭,૬૧,૩૧૨ થઈ ગઈ છે

 વિશેષમાં, ભારતમાં કોવિડ-૧૯ ની મહામારી સામે લડીને ૬૯ લાખ ૪૮ હજાર ૪૯૭ લોકો સાજા પણ થઇ ચૂકયા છે. હાલ ૬,૯૫,૫૦૯ એકિટવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧,૧૭,૩૦૬ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે  આ ઉપરાંત, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ શુક્રવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨૨ ઓકટોબર સુધીમાં ભારતમાં કુલ ૧૦,૦૧,૧૩,૦૮૫ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, ગુરૂવારના ૨૪ કલાકમાં ૧૪,૪૨,૭૨૨ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.  ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૧૧૩૬ નવા કેસ નોંધાયા છે. જેની સામે ૧૨૦૧ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજયમાં કોવિડ-૧૯ના કારણે ૯ દર્દીઓના મોત થયા છે. રાજયમાં કુલ મૃત્યુઆંક ૩૬૭૦ થયો છે. ૨૪ કલાકમાં સૌથી વધુ સુરતમાં ૨૩૧ કેસ નોંધાયા છે. રાજયમાં કોરોનાના કુલ કેસ ૧,૬૪,૧૨૧ નોંધાયા  છે. જેમાંથી એકિટવ કેસ ૧૪,૧૪૩ છે. આજે રાજયમાં કુલ ૫૨,૯૨૩ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજયમાં સાજા થવાનો દર ૮૯.૧૫ ટકા છે.

૨૪ કલાકમાં  વિશ્વમાં સૌથી વધુ કેસ  અમેરિકામાં નોંધાયા

અમેરીકાઃ ૭૪,૩૦૧

ભારતઃ ૫૪,૩૬૬

બ્રાઝીલ : ૩૧,૯૮૫

વિશ્વના સૌથી વધુ  કોવિડ કેસો ધરાવતા દેશો

અમેરીકાઃ ૮૬,૬૧,૬૫૧

ભારતઃ ૭૭,૬૧,૩૧૨

બ્રાઝીલઃ ૫૩,૩૨,૬૩૪

ભારતમાં કોરોના  કેસની સ્થિતિ ઉડતી નજરે ૨૪ કલાકમાં

નવા કેસઃ ૫૪,૩૩૬

નવા મૃત્યુઃ ૬૯૦

સાજા થયાઃ ૭૩,૬૭૯

પોઝિટિવિટી રેટઃ ૩.૭૭ %

કુલ કેસોઃ ૭૭,૬૧,૩૧૨

એકિટવ કેસોઃ ૬,૯૫,૫૦૯

કુલ સાજા થયાઃ ૬૯,૪૮,૪૯૭

દેશમાં કુલ મૃત્યુઃ ૧૧૭,૩૦૬

૨૪ કલાકમાં કોરોના ટેસ્ટઃ

૧૪,૪૨,૭૨૨

દેશભરમાં કુલ કોરોના ટેસ્ટઃ

૧,૦૧,૧૩,૦૮૫

દેશના છેલ્લા

૨૪ કલાકના કોરોનાના કેસો

 મહારાષ્ટ્રઃ ૭,૫૩૯

 કેરળઃ ૭,૪૮૨

 કર્ણાટકઃ ૫,૭૭૮

પશ્ચિમ બંગાળઃ ૪,૧૫૭

 દિલ્હીઃ ૩,૮૮૬

 આંધ્રપ્રદેશઃ ૩,૬૨૦

 તમિલનાડુઃ ૩,૦૭૭

 બેંગ્લોરઃ ૨,૮૦૭

 છત્ત્।ીસગઢઃ ૨,૪૯૧

 ઉત્ત્।ર પ્રદેશઃ ૨,૪૦૨

 ઓડિશાઃ ૧,૯૧૩

 રાજસ્થાનઃ ૧,૮૨૨

 મુંબઇઃ ૧,૪૬૩

 ગુજરાતઃ ૧,૧૩૬

 હરિયાણાઃ ૧,૧૨૮

 બિહારઃ ૧,૦૫૮

 મધ્યપ્રદેશઃ ૧,૦૪૫

 પુણેઃ ૧,૦૨૧

 ચેન્નાઈઃ ૮૩૩

 પંજાબઃ ૬૧૦

 જમ્મુ-કાશ્મીરઃ ૫૮૪

 ઝારખંડઃ ૫૪૯

 આસામઃ ૫૦૮

 ઉત્ત્।રાખંડઃ ૪૦૨

 જયપુરઃ ૩૪૯

 મણિપુરઃ ૩૪૫

 ગોવાઃ ૨૪૭

 હિમાચલ પ્રદેશઃ ૨૨૩

 પુડ્ડુચેરીઃ ૨૧૨

 અરુણાચલ પ્રદેશઃ ૧૬૫

 નાગાલેન્ડઃ ૧૫૭

 મેદ્યાલયઃ ૯૯

 ચંડીગઢઃ ૫૩

 સિક્કિમઃ ૫૦

(11:38 am IST)