Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

૧૫ થી ૨૦ રખડૂ કુતરાએ ૯ વર્ષના બાળકને ફાડી ખાધોઃ કરૂણ ઘટના

બચાવવા વચ્ચે પડેલ માતાને લોહી લોહાણ કરી નાખી

મુંબઇઃ બુલઢાણાના લાતૂર જીલ્લાના ધર્માપુર ખાતે રહેતી શેખ તસ્લીમ છેલ્લા થોડા સમયથી અહિંના સૈલાની ખાતે પરિવાર સહિત રહેવા આવી હતી. આ લોકો અહિંના રમેશ શેવાળેના ખેતરમાંં રહેતા હતા. બુધવારે સાંજે પાંચ વાગ્યાની આસપાસ તસ્લીમે તેના નવ વર્ષના પુત્ર અરમાનને કરીયાણાની દુકાનમાં મોકલ્યો હતો. પાછા ફરતી વખતે ૧૫ થી ૨૦ રખડુ કુતરાના એક ટોળાએ અચાનક તેના પર હુમલો કરી નાખ્યો હતો. આ દ્વશ્ય જોઇ તસ્લીમ તેના પુત્રને કુતરાઓથી છોડાવવા દોડી હતી પણ કુતરાઓએ તેને પણ ગંભીર રીતે ઘાયલ કરી હતી. આ ઘટનાબાદ ગ્રામવાસીઓ તરત જ ત્યાં દોડી આવ્યા હતા અને બંને કુતરાના ટોળાથી છોડાવી જીલ્લા હોસ્પિટલમાં ખસેડયા હતા જયાં અરમાનને ડોકટરોએ મૃત જાહેર કર્યો હતો.

(11:36 am IST)