Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

મધ્યપ્રદેશમાં વિવાદી ટિપ્પણીનો દોર : હવે ભાજપ નેતાએ એક્ટ્રેસ સાથે ફોટો બતાવી કહ્યું ' કમરનાથ '

કોંગ્રેસે ભાજપ સાંસદ શંકર લાલવાણીની અશોભનીય ટિપ્પણીને લઈને રાજ્યના ચૂંટણી અધિકારી સમક્ષ ફરિયાદ કરી

મધ્યપ્રદેશમાં વિવાદી ટિપ્પણીનો દોર શરૂ થયો છે, નેતાઓ લોકોને હલકું મનોરંજન આપી પૂર્વ સીએમ કમલનાથ દ્વારા એક મહિલાને 'આઈટમ' કહેવાનો મામલો હજુ શાંત થયો નથી ત્યારે ભાજપના એક સાંસદે કમલનાથ પર એક અભદ્ર ટિપ્પણી કરી છે.

મળતી માહિતી મુજબ ઇન્દોરથી ભાજપના સાંસદ શંકર લાલવાનીએ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથને 'કમલનાથ' કહીને સંબોધિત કર્યા છે. ઇન્દોરમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન શંકર લાલવાનીએ અભિનેત્રી સેલિના જેટલી સાથેનો એક ફોટો દર્શાવતા કમલનાથ પર નિશાન સાધતા કહ્યું છે, 'કોંગ્રેસના પૂર્વ સીએમ કમલનાથ નથી કમરનાથ છે. જુઓ કેવી રીતે તેમનો હાથ કમર પર છે, આ હું નહિ કહી રહ્યો સાંવેરના જાગૃત મતદાતા કહી રહ્યા છે.' તો સાથે સાથે તેમણે કહ્યું કે કોંગ્રેસીઓની સટ્ટા બજાર વાળાઓ સાથે સેટિંગ છે.

બીજી બાજુ મધ્યપ્રદેશ કોંગ્રેસે ભાજપ સાંસદ શંકર લાલવાણીની આ અશોભનીય ટિપ્પણીને લઈને રાજ્યના ચૂંટણી અધિકારી સમક્ષ ફરિયાદ કરી છે. કોંગ્રેસે રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનરને આપેલ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે ઈંદોરના ભાજપના સાંસદ લાલવાનીએ આજે ઇન્દોરમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથને લઈને અશોભનીય ટિપ્પણી કરી છે.

(12:00 am IST)