Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

મોદી સરકારે ટ્વિટરના સીઈઓનો ઉધડો લીધો

ભારતના નકશાને ખોટી રીતે બતાડાયો

નવી દિલ્હી,તા.૨૨ : મોદી સરકારે ટ્વિટરના સીઈઓ જેક ડોરસીને ચિઠ્ઠી લખી છે જેમાં ટ્વિટર દ્વારા ભારતના નકશાને ખોટી રીતે દેખાડવા પર આપત્તિ વ્યકત કરી છે.વાત એમ છે કે ૧૮મી ઑક્ટોબરના રોજ ટ્વિટરે પોતાના પ્લેટફોર્મ પર લેહના જિઓ-ટેગ લોકેશનને જમ્મુ-કાશ્મીર-ચીનમાં દેખાડ્યું હતું. તેના પર ભારત સરકારે આપત્તિ વ્યક્ત કરી છે. આઇટી સચિવ અજય સાહનીએ ટ્વિટરને સ્પષ્ટતા કરી છે કે લેહ કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખનો હિસ્સો છે અને લદ્દાખ તથા જમ્મુ અને કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે જે ભારતના સંવિધાન દ્વારા શાસિત છે.સચિવ અજય સાહની ટ્વિટરને સ્પષ્ટ શબ્દોમાં એમ પણ કહ્યું છે કે ટ્વિટરે ભારતના લોકોની ભાવનાઓનું સમ્માન કરવું જોઇએ. ટ્વિટર દ્વારા ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતા- જે નકશા દ્વારા પરિલક્ષિત હોય છે તેની સાથે અપમાન સ્વીકાર્ય કરાશે નહીં. કાયદાનું પણ ઉલ્લંઘન હશે. ટ્વિટરને કડક ચેતવણી આપતા આઇટી સચિવે લખ્યું છે કે આવા કાર્યોથી માત્ર ટ્વિટરની શાખ ખરાબ થતી નથી પરંતુ ટ્વિટરની તટસ્થતા અને નિષ્પક્ષતા પર પણ પ્રશ્ન ઉઠે છે.

(12:00 am IST)