Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

ચાકુ મારી પ્રેમીની હત્યા કરવાના આરોપસર ભારતીય મૂળની મહિલા ગિરફ્તાર : સાઉથ આફ્રિકામાં સાથે રહેતા પ્રેમી યુગલ વચ્ચે અંટસ પડતા પ્રેમિકાએ રસોડામાં પડેલા ચાકુથી પ્રેમીની હત્યા કરી નાખી

જોહનિસબર્ગ  : સાઉથ આફ્રિકામાં સાથે રહેતા પ્રેમી યુગલ વચ્ચે અંટસ પડતા પ્રેમિકાએ રસોડામાં રહેલું ચાકુ પ્રેમીને મારી દેતા તાત્કાલિક તેને હોસ્પિટલે ખસેડાયો હતો. જ્યાં  તેનું મોત નીપજ્યું છે.
ભારતીય મૂળની મહિલા 27 વર્ષીય આલિશા બાલ ગોવિંદ અને  તેના પ્રેમી યોગન મૂડલે વચ્ચે થયેલા ઝગડાનો કરુણ  અંજામ આવ્યો છે.મહિલાની ધરપકડ થઇ છે. હાલની તકે તેને જામીન  ઉપર છોડવામાં આવી છે.તથા કેસની આગામી મુદત ડિસેમ્બર મહિનામાં રાખવામાં આવી છે.
આરોપી મહિલાના પિતાના જણાવ્યા મુજબ તેમની પુત્રીએ સ્વબચાવમાં આ કૃત્ય કર્યું છે.તેને ઘણી ઈજાઓ થઇ છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:06 pm IST)