Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષપદે સુભાષ ચોપરાની વરણી કીર્તિ આઝાદને કેમ્પેઇન કમિટીનાં ચેરમેન બનાવાયા

 

નવી દિલ્હી : કૉંગ્રેસનાં દિલ્હી પ્રદેશ અધ્યક્ષની જાહેરાત કરી દેવાઈ છે કોંગ્રસના વચગાળાનાં અધ્યક્ષ સોનિયા ગાંધીએ સુભાષ ચોપરાને દિલ્હીનાં નવા પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે, બીજેપીમાંથી કૉંગ્રેસમાં સામેલ થયેલા કીર્તિ આઝાદને રાજ્યનાં કેમ્પેઇન કમિટીનાં ચીફ બનાવ્યા છે. પૂર્વ સીએમ શીલા દીક્ષિતનાં નિધન બાદથી જગ્યા ખાલી પડી હતી. દિલ્હી કૉંગ્રેસનાં ચીફ બનવા માટે અનેક નેતાઓએ દાવો કર્યો હતો, પરંતુ અંતમાં સોનિયાએ સુભાષ ચોપરા પર ભરોસો જતાવતા તેમને અધ્યક્ષ બનાવ્યા છે.

સોનિયા ગાંધીએ બીજેપીમાંથી કૉંગ્રેસમાં સામેલ થયેલા કીર્તિ આઝાદને ડીપીસીસીની પ્રચાર સમિતિનાં ચેરમેન તરીકે પસંદ કર્યા છે. આઝાદને આ જવાબદારી એવા સમયે આપવામાં આવી છે જ્યારે ભારતીય યુવા કૉંગ્રેસનાં નેતાઓએ રાહુલ ગાંધીને સંદેશ મોકલીને આઝાદ અથવા કોઇ અન્ય બહારનાં નેતાને ડીપીસીસીનાં અધ્યક્ષ ના બનાવવા અને કોઈ યુવા ચહેરાને કેમ્પેઇન ચીફ બનાવવાનો આગ્રહ કર્યો હતો.

(11:24 pm IST)