Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

બીજેપી પાસે દિલ્લીમાં હિન્દુ - મુસ્લિમ રાજનીતિ કરવાની હિમ્મત નથીઃ દિલ્લીના મુખ્યમંત્રી કેજરીવાલની સટાસટી

 દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ મંગળવારના કહ્યૂં કે બીજેપી પાસે દિલ્લીમાં હિંદુ-મુસ્લિમ રાજનીતિ કરવાની હિંમત નથી કારણ ''આપ'' એ સ્વાસ્થ્ય, શિક્ષા, ના મુદા પર ધ્યાન કેન્દ્રિત કરી રાજનીતિક વિમર્શની દિશા બદલી નાખી છે.એમણે કહ્યું અમે બીજેપીને સ્વાસ્થ્ય અને શિક્ષાના મુદા પર વાત કરવા માટ મજબુર કર્યા છે. અમારી સરકારની નીતિઓથી દરેક નિવાસીને લાભ થયો છે.

(9:15 pm IST)
  • દિલ્હીમાં એકલેહાથે ચૂંટણી લડશે જેડીયુ : મુખ્યમંત્રી નીતીશકુમાર પાર્ટીના કાર્યકરો સાથે બેઠક કરશે : ભાજપની સહયોગી પાર્ટી જેડીયુના દિલ્હી પ્રભારી અને બિહાર સરકારના મંત્રી જેડીયુ મહામંત્રી સંજય જ્હાએ કહ્યું કે પાર્ટી પુરી તાકાતથી વિધાનસભા ચૂંટણી લડશે :નીતીશકુમાર સાથેની બેઠકમાં 70 વિધાનસભા ક્ષેત્રના 3000થી વધુ કાર્યકરો ભાગ લેશે access_time 1:23 am IST

  • રાજકોટમાં વન વિભાગના દરોડા : ઘુવડના શિકાર અંગે મજૂરો ઉપર ટીમ ત્રાટકી... : આજે બપોરે ૧ વાગ્યાની આસપાસ કોઠારિયા સોલ્વન્ટ વિસ્તારમાં આવેલ નટરાજ ઇન્ડસ્ટ્રીઝ ક્ષેત્રમાં રાજકોટ વન વિભાગના અધિકારીઓ દોડી ગયા છે : મજૂરોએ તાંત્રિક વીધી માટે ઘુવડનો શિકાર કરતા ટીમો ત્રાટકી : મજૂરોની પૂછપરછ ચાલુ ... access_time 3:29 pm IST

  • કઠુઆ ગેંગરેપ : કોર્ટે SIT વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવા આપ્યો આદેશ : ગત વર્ષના જમ્મુ કાશ્મીરમાં આઠ વર્ષીય બાળકી સાથે ગેંગરેપ અને હત્યા મામલામાં નવો વળાંક : જમ્મુ કાશ્મીરની એક અદાલતે આ મામલાની તપાસ કરતી જમ્મુ કાશ્મીર પોલીસની એસઆઈટી ટીમના છ સભ્યો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવા આદેશ આપ્યો access_time 1:06 am IST