Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

હવે હેકર્સના નિશાના ઉપર ''સ્માર્ટ લાઇટ બલ્બસ'' : તમારા ઘર કે ઓફિસને સ્માર્ટ બલ્બથી પ્રકાશિત કરતાં પહેલા ચેતજોઃ હાર્ડવેર, ડિવાઇસ, કે વાઇ ફાઇની મદદ વિના અદૃશ્ય તરંગો સાથે જોડાયેલા આ બલ્બ તમારો તમામ ડેટા ચોરી શકે છેઃ ઇન્ડિયન અમેરિકન પ્રોફેસર મુર્તુજા જાદલીવાલાનું નવું સંશોધન

ન્યુયોર્કઃ ઇન્ડિયન અમેરિકન સંશોધક શ્રી મુર્તુજા જાદલીવાલાએ અદ્યતન સંશોધન દ્વારા જણાવ્યા મુજબ હવે હેકર્સના નિશાના ઉપર ''સ્માર્ટ લાઇટ બલ્બસ'' છે. જે હાર્ડવેર, ડિવાઇસ, કે વાઇ ફાઇની મદદ વિના અદૃશ્ય તરંગો સાથે જોડાયેલા હોય છે. તે તમારો તમામ ડેટા ચોરી શકે છે. તથા હોમ નેટવર્ક સાથે કનેકટ થઇ જાય છે.

મોટા ભાગના વપરાશકારો આ બાબતથી અજ્ઞાત હોય છે. આ સ્માર્ટ બલ્બની મદદથી પુસ્તકો, ફોટાઓ, કે કમ્યુટરમાં સંગ્રહિત કોઇપણ ડેટા ચોરી શકાય છે. તેવું અમેરિકાના સાન એન્ટોનિયોમાં આવેલી ટેકસાસ યુનિવર્સિટીના પ્રોફેસર ઇન્ડિયન અમેરિકન શ્રી મુર્તજા જાદલીવાલાની ચેતવણી તથા સંશોધન દ્વારા જાણવા મળે છે.

(8:03 pm IST)