Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

કાશ્મીરમાં આતંકીઓ બેફામઃ સ્કુલ-ટિપ્પર વેનને સળગાવીઃ સુરક્ષાદળો ઉપર પેટ્રોલ બોંબ ફેંકયો

જમ્મુઃ પાકિસ્તાન આધીન આતંકીઓ કાશ્મીરમાં સ્થાનીક વિદ્યાર્થીઓએ શાળામાં જવાનું શરૂ કરતા હતાશ બની ગઇકાલે રાત્રે દક્ષિણ કાશ્મીરના ફુલગામમાં એક શાળાને આગ લગાવી દીધી હતી. અન્ય એક ઘટનામાં આતંકીઓએ ખિરયુમાં એક ટીપ્પરને પણ સળગાવી દીધેલ.

આતંકીઓએ આજે સવારે શ્રીનગરના બટમાલુ વિસ્તારમાં સુરક્ષાદળો ઉપર પેટ્રોલ બોંબ ફેંકયો હતો. પોલીસે તપાસ અભિયાન શરૂ કરી દીધું છે. ઓટોમેટીક હથીયારોથી લેસ આતંકીઓએ ફુલગામ જીલ્લાના વુથુ અચ્છાબલ ગામમાં ઘુસી ગયા અને સરકારી સ્કુલને સળગાવી દીધેલ. ત્યારબાદ આતંકીઓ ભાગી ગયેલ. ત્યારબાદ ગામ લોકોએ ફાયર બ્રિગેડને બોલાવી આગ ઉપર કાબુ મેળવેલ. પણ ત્યાં સુધીમાં સ્કુલનો મોટો ભાગ અને તેમાં રાખેલ સામાન પણ ભસ્મીભૂત બનેલ. આ સીવાય ખિરયુંમાં બંધનું એલાન ન માનનાર ટિપ્પર ચાલકને ઢોર માર મારી આતંકીઓએ વાહનને સળગાવી નાખ્યું  હતુ.

(4:01 pm IST)