Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

પરિણામો પહેલા જ મહારાષ્ટ્રના વિપક્ષોમાં ધબાધબી

જો ગઠબંધન હારશે તો જવાબદાર કોંગ્રેસ : એન.સી.પી.

મુંબઇ  :  એબીપી-સી વદટરના એકઝીકયુટીવ પોલમાં મહારાષ્ટ્રની ૨૮૮ બેઠકોમાંથી ભાજપા,શિવસેના ગઠબંધન ને ૨૦૪ બેઠકો મળવાની શકયતા દર્શાવાઇ છે, જયારે કોંગ્રેસ-એનસીપી ગઠબંધનને ૬૯ અને ૧૫ બેઠકો અન્યને મળે તેવી સંભાવના વ્યકત કરાઇ છે.

આર, ભારત-જનકી બાત સર્વેમાં બીજેપી ગઠબંધનને ૨૨૩, કોંગ્રેસ ગઠબંધનને ૫૫ અને અન્યને ઝીરદ બેઠકો મળવાનું અનુમાન કરાયું છે. આજ રીતે આજ તક  એકસીસ સર્વેમાં ભાજપા ગઠબંધનને ૧૮૦, કોંગ્રેસ ગઠબંધનને ૮૧, અને અન્યને ૨૭ બેઠકોનું અનુમાન કરવામાં આવ્યું છે. ન્યુઝ ૧૮ આઇ.પી.એસ.ઓ.એસ. અનુસાર બીજેપી ગઠબંધનને ૨૪૩, કોંગ્રેસ ગઠબંધનને ૪૧ અને અન્યને ૩ બેઠકો મળવાની શકયતા દર્શાવવામાં આવી છે.

આ બધા અનુમાનો પછી એન.સી.પી. ના  માજીદ મેમણે  કહયું છે કે, શરદ પવારને ઘણો રિસ્પોન્સ મળ્યો છે, પણ કોંગ્રેસ તરફથી ઘણી નરમાશ રહી છે. રાહુલજીએ કેટલાક પ્રવાસ મુંબઇમાંજ કર્યા હતા. કોંગ્રેસના નેતાઓએ કંઇ ખાસ મહેનત નથી કરી, એટલે જો આ અમને સફળતા ન મળે તો તેને માટે જવાબદાર કોંગ્રેસ હશે.

તેમણે કહયું કે જો કે અમારી પણ જવાબદારી તો કયાંક ને કયાંક ગણાય જ, જયારે પરિણામો આવશે ત્યારે સાચી ખબર  પડશે અને તેના માટે ૨૪ તારીખ સુધી રાહ જોવી પડશે, અને ચુંટણી સમયે ઇડીએ પોતાના અધિકારોનો દુરપયોગ ન કરવો જોઇએ.

(3:38 pm IST)